Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૩૪]
સુઘલ કાલ
(×.
એ માડ જ પ્રયેાજાતા રહ્યો છે. આથી એમ સૂચિત થાય છે કે ૧૫ મી સદીથી ગુજરાતમાં નાગરી લિપિમાં પ્રાદેશિક રૂપાંતર થવાને આર ંભ થયા હતા, જે પ્રક્રિયા અનુકાલમાં ઉત્તરાત્તર વધતી ગઈ અને એમાંથી વત માન ગુજરાતી લિપિતુ સ્વરૂપ ધડાયું.
મુઘલ કાલમાં આ લિપિના મુખ્યત્વે વાણિયાઓના હિસાબકિતાબ અને
નામાઠામામાં તેમજ સામાન્ય વ્યવહારમાં ઉપયાગ થતા હતા, એમાં ગ્રંથલેખન ભાગ્યે જ થતું. એનું કારણ સભવતઃ એ સમયે એ લિપિ પૂર્ણપણે વિકસી નહેાતી એ હતું. હિસાબકિતાબ અને સામાન્ય લખાણમાં જરૂરી અક્ષરાના મરાડાના વિકાસ થયા હતા. વળી એ વખતે લખાણમાં અતગત સ્વરચિહ્નોમાં હસ્વ-દીના ભેદ રાખતા નહિ, આથી લાંબા સમય સુધી અ ંતર્યંત ‘ઇ’ અને ‘ઊ'ના પ્રયેણ જોવા મળતા નથી. આ બધી બાબતે। ગ્રંથ-લેખનમાં વિઘ્નરૂપ હાઈને એમાં ગ્રંથ લખાતા નહાતા, પણ ધીમે ધીમે એમાં બધા અલાના ગુજરાતી મરાડ ધડાયા. આ લિપિ લખવામાં ઝડપી અને મરેાડદાર હાવાથી તેમજ એમાં નાગરી લિપિનાં લગભગ બધાં ચિહ્ન રૂપાંતરિત થયાં હાવાથી એ ધીમે ધીમે ગ્રંથ-લેખનમાં પણ અપનાવાઈ. જેમ ગુજરાતના પ્રાચીન કવિ પોતાના લેાકભાગ્ય સાહિત્યના સર્જન માટે લેાકેામાં ખેલાતી ગુજરાતી ભાષાને પ્રયાણ કરતા તેમ સમય જતાં તેએ પોતાની કૃતિએના લેખન માટે ગુજરાતી લિપિના ઉપયેગ કરતા થયા. લહિયાગ્મા પણ એ લેાકભાગ્ય સાહિત્યને લેકસુધ લિપિમાં લખતા થયા. ઉપર્યુક્ત ‘આદિપ' ગ્રંથની આ લિપિમાં લખાયેલ પ્રત એનું દૃષ્ટાંત છે.
ગુજરાતમાં થયેલા નાગરીમાંથી ગુજરાતી લિપિના રૂપાંતરનાં કેટલાંક વિશિષ્ટ લક્ષણ આ પ્રમાણે તારવી શકાય :
(૧) જિંદા વ્યવહારમાં ઝડપથી લખી શકાય એ માટે નાગરીના દરેક અક્ષરની ટાચે અલગ અલગ ઉમેરાતી શિશરેખાના લેાપ કરવામાં આવ્યા અને એની જગ્યાએ આખી લીટીની એક સળંગ શિરારેખા દાખલ કરવામાં આવી. જેથી પક્તિ સીધી સપાટીએ લખાય. મુદ્રણકલાના આગમન (૧૮ મી સદીના અત) પહેલાંના ગ્રંથામાં, અને શરૂઆતના મુદ્રિત થામાં, વાણિયાઓના દેશી નામામાં તેમજ પુત્રનૂવહારમાં આ પ્રકારે સળગ લીટી દોરીને અક્ષર એની નીચે લટકાવવામાં આવતા.
(૨) સળંગ લીટીની નીચે અક્ષરાને શિરેખા વગર ઝડપથી લખતાં સ્વાભાવિક રીતે અક્ષરાને ગાળ મરાડ અપાયા. લીટીનું લખાણ હંમેશાં