Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૩૨૨]
મુઘલ કાલ.
[ 5.
મુનશી દુરિજનમલઃ એ અરબી-ફારસીને જ્ઞાતા હતા. વિદ્વાન મુસલ માનેના સહવાસને કારણે એનાં લખાણોમાં અરબી ભાષાની અસર દેખાઈ આવે છે. એ અરબી કહેવત અને કુરાન શરીફની આયાતને ઘણી ખૂબીથી ઉપયોગ કરે છે એ ગુજરાતી હતો, પરંતુ માળવામાં ઇસ્લામાબાદ નામની કોઈ જગ્યાએ સરકારી હેદ્દા ઉપર હતો. એના રૂકાતને એક સંગ્રહ વિદ્યમાન છે.
મહેતા શેલારામઃ એ અમદાવાદને નાગર હતા. એનાં રૂકાત અને રોજનીશી ઉપરથી જોઈ શકાય છે કે ફારસી ભાષા ઉપર એને ઘણે સારો કાબૂ હતે. ખસિયરની કેદ અને એનું મોત સાદાત બારહા અને અજિતસિંહને લઈને હતાં એ બાબત એણે વિગતવાર લખી છે તેવી બીજી કોઈ તવારીખમાં જોવામાં આવતી નથી. આ બનાવ ઈ.સ. ૧૭૧૮ માં બન્યો.૫૦
માધવદાસ : ગુજરાતને નાગર બ્રાહ્મણ હતો. ફારસી અને હિંદીને જ્ઞાતા હતો, એણે પિતાના પુત્ર ગોકલચંદને શીખવવા માટે રૂકાતની એક કિતાબ નમૂનારૂપે લખી હતી, જે છપાઈ છે. ફારસીમાં એનું એક દીવાન તેમ કથાનામાં મશહૂર છે. માધવદાસ ઔરંગઝેબના જમાનામાં ઈ.સ. ૧૬૯૦ પર્યત હયાત હતો. ' એના પુત્ર ગોકલચંદે પણ કેટલાક રકાત લખ્યા છે.
કિશનજી વૈદ્ય (બૈદ) : એ અમદાવાદને વતની હતો. એણે આશરે ૩૦૦ પાનાંની એક ચોપડી રોજનીશીરૂપે લખી છે. એના દબાચા( પ્રસ્તાવના)માં લખ્યું છે કે કેટલાક દિવસ બેકાર રહેવાથી મેં આનંદ માટે હિંદી–ફારસીની કિતાબેને અભ્યાસ શરૂ કર્યો અને એમાંથી ફૂલ વીણુને જમા કર્યા. એનું પિતાનું એક કિતાબખાનું પણ હતું. એમાં સાહિત્ય અને ઈતિહાસના ગ્રંથ સારા પ્રમાણમાં હતા.
આ રજનીશી હિ.સ. ૧૧૮૨(ઈ.સ. ૧૭૬૮)માં પૂરી થઈ હતી.
શિવલાલ : એના પિતાનું નામ સુંદરલાલ. અમદાવાદના નાગર ખાનદાનમાં એને જન્મ થયો હતો. એની રોજનીશી ઘણી પ્રખ્યાત છે. એમાં રૂકાત, દબાચા, કસીદા તથા શેરો લખેલા છે. એ પિતે શાયર હતો, પરંતુ એને શાયરીનું અભિમાન ન હતું. એણે નંદલાલની રોજનીશી ઉપર લખેલ દીબા, ફારસી ભાષા ઉપરનું એનું પ્રભુત્વ દર્શાવે છે. એની રોજનીશી શિકસ્તામાં લખેલી છે. ઈ.સ. ૧૭૪૮ માં એ રોજનીશી પૂરી થાય છે. એની આ રાજનીશી ઉપર મહેતા ઉદયરામને દીબા લખાયેલ છે.