Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૯મું ભાષા અને સાહિત્ય
[ ૩૩ મુઘલ સમય દરમ્યાન ઉર્દૂ સાહિત્યનું ખેડાણ નહિવત થયું છે, એમ છતાં એકે હજારાં જેવા વલી ગુજરાતીએ ઉર્દૂ સાહિત્યમાં આપેલો ફાળો ગુજરાતે. ગૌરવ લેવા જેવો છે.
વલી ગુજરાતીને ઉર્દૂ સાહિત્યને ચેસર કહી શકાય. આધુનિક ઉર્દૂ સાહિત્યની બુનિયાદ એણે નાખી. ઉર્દૂ સાહિત્યના ઘણા વિવેચકે એમ માને છે કે ઉર્દૂ સાહિત્યનું સૌ પ્રથમ દીવાન એમણે લખ્યું હતું, પરંતુ શ્રી રામબાબૂ. સકસેનાના મત પ્રમાણે કુતુબશાહી ઉર્દુ કવિઓએ એમની પહેલાં ઉર્દૂ દીવાન લખ્યાં છે, એમ છતાં શ્રી સક્સેના તેઓને ઉર્દૂ સાહિત્યના ચેસર ગણાવે છે. વલીના સમકાલીનેએ તથા એમના અનુગામી કવિઓએ એમને પિતાના ઉસ્તાદ માન્યા છે.
વિલિયમ હાર્ટ, ગારસન ડી ટાસી અને અમીર હસનના મત પ્રમાણે વલી. જન્મ અમદાવાદમાં થયો હતો.
ઉના ઘણા વિવેચકો અને ઈતિહાસકારો એમને સંબંધ અમદાવાદના શાહ વહુદ્દીન અલવીને ખાનદાન સાથે જોડે છે.
વલીએ શાહ અલવીની મદ્રેસામાં શિક્ષણ મેળવ્યા પછી શાયરી શરૂ કરી. એમણે ગઝલ કસીદ મનવી મુસ્તઝાદ રૂબાઈયાત તરજહબંદ વગેરે તમામ પ્રકારનાં કાવ્યરૂપોમાં કવિતા લખી છે. એમણે શાહ વજીહુદ્દીનની પ્રશંસામાં. કેટલીક કસદાઓ અને તરછઠબંદ તથા સુરત શહેરની પ્રશંસામાં એક માસનવી. કાવ્ય લખ્યું છે.
વલીએ દિલ્હીની બે સફર કરેલી. બીજી સફર વખતે તેઓ પિતાનું રેખ્તા દીવાન સાથે લઈ ગયા તેની ખૂબ પ્રશંસા થઈ, તે એટલે સુધી કે અમીર ઉમરાવોની મહેફિલે અને જલસાઓમાં તથા શહેરની ગલી-ગલીમા એમનાં કાવ્ય. લેકજીભે રમવા લાગ્યાં.
એમનાં કાવ્યોમાં કરબલાના શહીદોની શાનમાં લખાયેલ દેહ મજલિસ” એક મસની મુખ્ય છે.
વલીએ દીવાન ઉપરાંત તસવ્વફ ઉપર પણ “નૂર ઉલ્ મઆરિફત” નામે એક રિસાલા લખ્યો હતો, પરંતુ હાલ એ ઉપલબ્ધ નથી.
વલીએ કદી કોઈ અમીર કે પાદશાહની પ્રશંસામાં કાવ્ય લખ્યાં નથી. એમણે ફારસીમાં પણ કાવ્ય લખ્યાં છે. એમની ભાષા સાદી, સરળ છતાં મીઠાશ અને સંગીતમયતાનાં જગહરથી ભરેલી છે.