Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૩૩૦] મુઘલ કાલ
[પ્ર. શેખ હામિદ બિન શેખ અબ્દુલ મજીદ બિન શેખ અહમદ તેઓ અમદાવાદમાં જન્મ્યા હતા. શરૂઆતમાં તેઓ અમદાવાદમાં રહેતા, પરંતુ ઈ.સ. ૧૬૪૦ માં તેઓ સુરત રહેવા ગયા અને ત્યાંના ખ્યાતનામ વેપારી બન્યા. તેઓ વિદ્યા પ્રેમી હતા. એમના એક ગ્રંથ “રિસાલએ હાભિદિયા’ સુરતના બમ્યુમિયાન કિતાબખાનામાં મોજૂદ છે. તેઓ ઈ.સ. ૧૭૦૧ માં સુરતમાં મૃત્યુ પામ્યા, અને એમના શબને ત્યાં જ દફનાવવામાં આવ્યું હતું.”
શેખ મુહમ્મદ ફાઝેલ : તેઓ હામિદ ઉડૂતુતિજજરના પુત્ર હતા. એમને જન્મ સુરતમાં થયો હતો. ઔરંગઝેબના ફરમાનથી એમને એમના પિતાને વારસો અને ઈલ્કાબ બંને મળ્યાં. તેઓ દર વર્ષે જકાત(કમાણા)ની સેંકડે રા ટકા રકમની ખેરાત તરીકે રૂ. ૬૦,૦૦૦ વાપરતા. એમણે ૪,૦૦૦ કિતાબેને સંગ્રહ કરી એક કિતાબખાનું વસાવ્યું હતું. એમના એજન્ટો દરેક શહેરમાં ફરી નામી કિતાબની નકલે કરાવી એમને મેકલતા.
તેઓએ પોતે પણ કેટલીક કિતાબ લખી છે, જેમાં “નસીહતુસ સિગાર” અને “હિદાયતુલું મિસ્કીન’ ફારસીમાં લખેલી છે. બાકીની અરબીમાં લખી છે. અરબી કિતાબોમાં મોઈનુદ્ ફઝાઈ', “શરણે શમાઈલ, હાશિયાયે દુરર', હિઝબુલૂ મહબર, વગેરે જાણીતી છે. તેઓ કવિ પણ હતા. અરબી ફારસી ઉર્દૂ અને ગુજરાતીમાં પણ એમની શેર મોજૂદ છે.
શેખ યઝ મુહમ્મદ : તેઓ અમદાવાદના વતની હતા. એમના સમય દરમ્યાન અકબર પાદશાહે, શાહ અબુ તુરાબ શીરાઝીને હાજીઓના મીર હાજી બનાવી મક્કા શરીફ મોકલ્યા હતા. પાછા ફરતા મીર સાહેબ હ. મુહમ્મદ(સલ.)ના કદમનું નિશાન સાથે લાવ્યા હતા. શેખ મુહમ્મદે એના ઉપર એક રિસાલા લખ્યો છે. એમાં એમણે શરીફ કદમ અને એની બરકત ઉપર સંપૂર્ણ અહેવાલ લખ્યો છે. એ રિસાલાનું નામ “રિસાલઆ કરમિયા” છે. એ કિતાબ આજે અપ્રાપ્ય છે.
વલી ગુજરાતી : મુઘલ દરબાર તથા એના સૂબાઓની રાજભાષા ફારસી હેઈ મુઘલ બાદશાહના સમય દરમ્યાન ઉર્દૂ ભાષાના ઉદ્ભવ અને વિકાસની તકો મર્યાદિત હતી. એમ છતાં મુઘલ રાજ્યશાસનનાં અંતિમ વર્ષોમાં ઉર્દૂ દિલ્હી દરબાર સુધી પહોંચી ગઈ હતી. ઔરંગઝેબને સમય એ બાબતમાં નેધપાત્ર ગણી શકાય. જેકે એ સમય દરમ્યાન ઉર્દૂ રેખાની સ્થિતિમાં જ હતી, એમ છતાં એનું સ્વરૂપ સ્પષ્ટ થતું જતું હતું. સમયના કેટલાક ફારસી કવિઓએ શુદ્ધ રેખામાં કાવ્ય લખ્યાં છે. એ ઉપરાંત અર્ધ ફારસી–અર્ધ રેખ્તા લખવાનું ચલણ પણ હતું.'