Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
* સુ]
ભાષા અને સાહિત્ય
[૨૧
હતા.૪૭ એણે લખેલ ઇતિહાસમાં મહમદનગર તથા ગુજરાતના સુલતાનના વગેરેને સંક્ષેપમાં અહેવાલ આપવામાં આવ્યા છે.૪૮ એણે ક્ારસીમાં ધણા પત્ર લખ્યા છે. કાઈ મુક ંદરાયની માતુશ્રીના મરણ પ્રસ ંગે, કુતિયાણાથી, એણે એક દિલાસાના પત્ર લખ્યા હતા . તે ગુજરાત વિદ્યાસભાના હસ્તપ્રતસંગ્રહમાં એક ખતસંગ્રહ ભેગા છે.
જીવણલાલ : એ ગુજરાતી નાગર હતા. એને ગદ્ય ઉપરાંત પદ્ય લખવામા પશુ શીખ હતા. એ પ્રસ ંગને અનુરૂપ નઝમા લખતા.
એક કવિતામાં એણે પૂરી હલવા સાકર દૂધ જલેખી ખાજા' વગેરેનું સુંદર વર્ણન કર્યુ છે.
તન્હામલ : એ અમદાવાદના મેદારના નાયબ હૈદર કુલીખાનનેા નાકર હતા. એ ફારસીનેા વિદ્વાન હતા. એણે ‘ગુલદસ્તે છમ' નામની પુસ્તિકા લખી છે. એમાં એણે પોતે વૃંદાવનની જાત્રા કરેલી તેનું સુંદર વĆન કર્યુ છે. અને ભગવાન શ્રીકૃષ્ણ ઉપર પણ થાડુંક લખ્યુ છે. એનું એ કાવ્ય બતાવે છે કે એ એક રિસકવિ હતા.
મરહુમન : એ શાહજહાં અને ઔર'ગઝેબના જમાનામાં થઈ ગયા. ‘હકીકતુલ હિંદુ' નામે એક હસ્તલિખિત ગ્ર ંથ, જે સુરતના બખ્શમિયાના કિતાબખાનામાં છે, તેમાં જણાવ્યા મુજબ એનું નામ ‘ચંદ્રભાણુ’ અને તજ્જુસ ‘બરહમન’ હતું. એ ગુજરાતમાં આવેલા જ છુસરના વતની હતા. સંભવ છે કે ગુજરાતના એ બ્રાહ્મણનું કુટુંબ શાહજહાંના જમાનામાં દિલ્હી કે આગ્રામાં રહેતુ. હાય !૪૯
અરહમન ફ્ારસીના એક દીવાન(ગઝલસ ંગ્રહ)નેા પણ કર્તા છે. એની ગઝલે પારલૌકિક પ્રેમને વ્યક્ત કરે છે.
મહેતા સુખરામ : ગુજરાતના વતની હતા. એ ધણુ' કરીને નાગર હતા. એનાં ફસીદ ( પ્રશંસા—કાવ્યેા ) નવાબ સઆદતખાનની તારી માં લખાયેલાં છે. એણે રુક્કા(પન્ના)નુ’ એક પુસ્તક પણ લખ્યું છે. અત્યારે એ તૂટક હાલતમાં ઉપલબ્ધ છે. એના પત્રવ્યવહાર મુનશી કલાલચંદ સાથે હતા, એ ઈ.સ. ૧૭૦૭ પત હયાત હતા. એના ઉપરથી મહેતા સુખરામના સમયનેા અંદાજ પણ મળે છે.
મહેતા સુદરલાલ ઃ એ પાલડીના વતની હતા. એણે કાતની એક કિતાબ લખી છે, એમાં જાતજાતનાં ખતા ઇલ્કાા રિવાજો અને નસીહતા (શિખામણા) પણ છે. અબજઃ પદ્ધતિ પ્રમાણે ઈ.સ. ૧૬૯૯ ની સાલ આપી છે, એથી એ ઔર ંગઝેબના સમયમાં થયા ગણાય.
૪-૬-૨૧