Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૩૨૦]
મુઘલ કાલ
થેનું સંશોધન કરવામાં આવે તો ગુજરાતના ઇતિહાસમાં નવીન ઐતિહાસિક સામગ્રી મળી આવતાં ઘણાં પ્રસંગેનું પુનઃમૂલ્યાંકન કરવું પડે અને એ રીતે ગુજરાતનો ઈતિહાસ વધુ સારો અને સમૃદ્ધ બને. હિંદુ લેખકોઃ | ગુજરાતી હિંદુઓ દ્વારા સર્જાયેલ અરબી ફારસી સાહિત્યનું પ્રધાન લક્ષણ એ છે કે એમાં ઇતિહાસ અને ઐતિહાસિક પ્રસંગોને આલેખતા ગ્રંથોનું પ્રમાણ સારું એવું છે. ત્યાર પછી સકા બયાઝ અને અન્ય સાહિત્યિક ગ્રંથ છે
ઈશ્વરદાસ: અણહિલવાડ પાટણના નાગર ગૃહસ્થ ઈશ્વરદાસે “કુતુહાતે આલમગીરી નામનો ગ્રંથ લખ્યો છે. એમાં શહેનશાહ ઔરંગઝેબે આલમગીરના સમયમાં વીર દુર્ગાદાસ રાઠોડ સાથે થયેલાં યુદ્ધો અને પ્રસંગેનું વર્ણન છે. લેખકે પોતે કેટલાક પ્રસંગોમાં ભાગ લીધેલ હોઈ, આ ગ્રંથમાં વર્ણવેલી ઘટનાઓનું મહત્ત્વ વધી જાય છે. ઈશ્વરદાસ જોધપુરમાં અમીરના હેદ્દા ઉપર નોકરી કરતો હતો. એણે સતત બે વર્ષ સુધી શુજાતખાન અને દુર્ગાદાસ વચ્ચે મેળ કરવાનો પ્રયાસ ચાલુ રાખે.
ઈશ્વરદાસે ગુજરાતમાં શેખ અબ્દુલ વહાબના પુત્ર શેખ ઉલ્ ઇસ્લામના હાથ નીચે નોકરી કરી હતી. એના ઈતિહાસમાં ઈ.સ. ૧૬૫૭ થી ઈ.સ. ૧૬૯૮ ના સમય દરમ્યાન બનેલ પ્રસંગોનું વર્ણન કરેલું છે. આ પુસ્તકની માત્ર એક જ હસ્તલિખિત પ્રત પ્રાપ્ય છે. એ નકલ હિ.સં. ૧૧૬૩(ઈ.સ. ૧૭૫૦)માં નહરવાલા(પાટણ)માં કરવામાં આવી હતી.૪૪
ડો. જી બડે પિતાને History of Gujarat' લખવામાં આ પુસ્તકમાંથી ઘણો ફાયદો ઉઠાવ્યો છે. એણે એમાં “શ્રીદાસ, ગુજરાતને નાગર’ એ પ્રમાણે ઉલેખ કર્યો છે ૪૫ સર જદુનાથ સરકારે પણ “તારીખે ઔરંગઝેબ લખવામાં આ પુસ્તકની મદદ લીધી છે એમાં એણે માળવા અને રાજપૂતાનાની તત્કાલીન પરિસ્થિતિનું ચિત્રણ સારી રીતે કર્યું છે.
ખાજા રાજકારણ ભવાનીદાસ : તેનું ઉપનામ “ફદાઈખાની” હતું. એણે હિ.સ. ૧૧૦૦ (ઈ.સ. ૧૬૮૯)માં “કુશાયસાનામા” નામનો ગ્રંથ લખ્યો છે. એમાં સાત સુંદર બેધદાયક વાર્તાઓને સમાવેશ થાય છે.
જગજીવનદાસ : એ મનહરદાસનો પુત્ર હતો. એણે “મુન્તખિબ ઊત તવારીખ” નામે ઇતિહાસનો એક ગ્રંથ લખ્યો છે. હિ સ. ૧૧૧૯ (ઈ.સ. ૧૭૦૭)માં મુહમ્મદ અઝીમે એને વાયા નિગાર તરીકે પિતાની પાસે રાખ્યો