Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૩૧૮]
મુઘલ કાલ
[5.
હત તેથી પણ અધિક રીતે મુઘલ કાલમાં સતત વચ્ચે રહ્યો છે, એનાં એ ધાર્મિક પાત્રો, એનાં એ ધાર્મિક કથાનકે અને સમાન કહી શકાય તેવી નિરૂપણ પદ્ધતિને આત્મસાત કરી સાધુઓ તેમજ શ્રાવકેએ પિતાની ભક્તિભાવના પ્રદર્શિત કરી છે. આ કારણે અનેક રચના સરજાયા છતાં અને ભાષાના વિકાસની દૃષ્ટિએ એ ઘણી ઉપયેગી હોવા છતાં કાવ્યતત્વની દૃષ્ટિએ નોંધપાત્ર ભાગ્યે જ જોવા મળે છે. આમાં ‘રૂપચંદકુંવરરાસ' (ઈસ. ૧૫૮૦)-“નલદમયંતી રાસ (ઈ.સ. ૧૬૦૯)ના કિર્તા નયસુંદર, અનેક ગુજરાતી રાસ-ચોપાઈ વગેરેના કર્તા આચાર્ય સમયસુંદર, (ઈ.સ. ૧૬ ૦૨-૧૬૪૪ વચ્ચેની રચનાઓ), અનેક રાસો અને સ્તવનો આદિના કિર્તા ખંભાતના અવભદાસ (ઈ.સ. ૧૬૧૦-૧૬૩૧ વચ્ચેની રચનાઓ), વિનયવિજય સાથે ‘શ્રીપાલરાસ (ઈ.સ. ૧૭૩૮) અને સ્વતંત્ર પણ થડા રાસ અને
સ્તવનેના કર્તા ન્યાયાચાય યશવિજયજી, અનેક ચઉપઈઓ અને રાસના કર્તા જિનહર્ષ (ઈ.સ. ૧૭૧૦–૧૭૬ર વચ્ચે અને અનેક રાસના કર્તા ઉદયરત્ન (ઈ.સ. -૧૭૪૯–૧૭૯૯ વચ્ચે પોતાની રચનાઓમાં ડી ઝાઝી સિદ્ધિ પામી શક્યા છે. શ્રાવકને આનંદ સાથે ઉપદેશ આપવાનો હોઈ સામાન્ય માનવ પણ સરળતાથી સમજી શકે એ દૃષ્ટિ આ રચનાઓ પાછળ રહેલી છે કે જેવી જૈનતર આખ્યાની રચનાઓ પાછળ.
લૌકિક કથાવસ્તુ ધરાવનારી રચનાઓ પણ થઈ છે, જેમાં પણ એનાં એ વસ્તુઓ ઉપર વાર્તાપ્રવાહ પદ્યમાં વહાવવામાં આવ્યું હોય છે. બાલાવબોધ લખવાનો પ્રવાહ પ્રમાણમાં હવે મર્યાદિત થયો છે, બાકીના સ્વાધ્યાય (સજઝાયો) સ્તવને બારમાસી વગેરે પ્રકાર થાડા ઝાઝા ખેડાય ગયા છે.
છેલ્લાં ૭૦૦-૮૦૦ વર્ષોના ગાળામાં જૈન વિરક્ત સાધુઓ-આચાર્યો સુધ્ધાંએ તેમ છેડા શ્રાવકોએ પણ ધર્મબુદ્ધિથી-સેંકડો અને હજારોની સંખ્યામાં રચનાઓ કરી છે. મોટા ભાગની રચનાઓ અન્યાન્ય જૈન ભંડારોમાં તેમજ ખાનગી સંગ્રહમાં સચવાઈ રહેલી છે. આ બધીને, માહિતી પૂરતી યાદીઓના અપવાદે, અભ્યાસ થયો નથી, અભ્યાસ માત્ર મુદ્રિત કૃતિઓનો જ થયો છે. જે થયું છે તેમાં કેટલીક સત્ત્વશાળી રચનાઓનો પરિચય સુલભ પણ બને છેજૈનેતર અને જૈન આ બધી જ રચનાઓને ગુજરાતી ભાષાના અને જૂના સાહિત્યપ્રકારોના વિકાસના ઈતિહાસમાં મહત્વનો ફાળો છે. કોશકારને પણ આમાં વિપુલ પ્રમાણમાં શબ્દનું - ભાથું મળી રહે એમ છે. એમાંની કેટલીક ઐતિહાસિક વસ્તુ આપનારી રચનાઓ તે ગુજરાતના ઇતિહાસની ખૂટતી કડીઓ પણ પૂરી કરી આપે તેવી છે.