Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૮૦]
મુઘલ કાલ
સામાન્ય રીતે બધા માલ પર સાડા ત્રણ ટકા અને સોનારૂપા પર બે ટકા જકાત લેવાતી. સુરતનું બંદર સુંવાળી ગામ પાસે હતું. સુરત આખા હિંદની અંગ્રેજ કાઠીઓનું વડું મથક હતું ને બીજી બધી કાઠીઓના વડાઓને પિતાના વહીવટને અહેવાલ આપવા વર્ષમાં એક વાર સુરત આવવું પડતું. ૧૧
થડા વખતમાં સુરતની અંગ્રેજ કઠીના વેપારમાં તેજી થતી ગઈ. સુરતના બંદરથી ઘઉં વટાણા વાલ મગ ચોળી કસ્તૂરી પારો લાખ ઘી તેલ દિવેલ સાબુ ખાંડ મુરબા કાગળ મીણ અફીણ અને ગળીની ભારે નિકાસ થતી. શહેરની સાંકડી શેરીઓમાં માલવાહી વાહનોની ભારે ભીડ રહેતી. રેશમી અને સુતરાઉ કાપડ અહીંથી દેશાવર જતું. એ કાપડ પર સુરતમાં સોનેરી અને રૂપેરી જરીને સુંદર બુટ્ટા ભરવામાં આવતા. સાટીને મખમલ વગેરે જાતનું કાપડ પણ વિપુલ પ્રમાણમાં નિકાસ થતું. સુંદર સૂજનીઓ, રંગબેરંગી શેતરંજીઓ. સંદર પલંગ ને ટેબલો, ચાંદીની શોભાવાળી ચાયડાની હાલે વગેરે દેશાવર જતું. અંગ્રેજો સીસું તલવાર ચપુ ચશ્માં અરીસા હક્કા ગુલાબજળ વગેરે અહીં લાવીને વેચતા, જ્યારે વલંદાઓ લવિંગ જાયફળ જાવંત્રી તજ મરી એલચી કપૂર તાંબાનાં પતરાં લેબાન પારો હિંગળાક સોપારી હાથીદાંત સુખડ કલાઈ સીસું ઊનનું કાપડ ચા ખાંડ પરવાળાં વગેરેની આયાત કરતા.૧૨
સ્થાનિક હિંદુ વેપારીઓ જાવા તરફનાં બંદરા સાથે બહળે વેપાર ખેડતા ને જાવામાં પોતાની પેઢીઓની શાખાઓ રાખતા, જ્યારે મુસ્લિમ વેપારીઓ મોઆ તરફનાં બંદરો સાથે ગાઢ વેપારી સંબંધ ધરાવતા ને મે આને સોદાગરે સુરતમાં રહેતો.૧૩
હિંદ અને યુરોપ વચ્ચેના દરિયાઈ વેપારના એક મોટા મથક તરીકે સુરતનું મહરવ વધતું ગયું ને હવે ત્યાં મુઘલ બાદશાહની ટંકશાળ પણ સ્થપાઈ. એ ટંકશાળ સુરતના ફુરજાની સામે આવેલી હતી. બાદશાહ શાહજહાંએ સુરતની બંદરી તથા મહેસૂલી આવક શાહજાદી જહાંપરાને બક્ષિસ કરી હતી. એ આવક ૧૫ લાખ જેટલી હતી, જેમાં બંદરની આવક ૧૧૫ લાખ જેટલી હતી. જહાંઆરાએ નીમેલા કિલેદારે ત્યાં મુસાફરો માટે મુઘલ સરાઈ બંધાવી હતી (ઈ.સ. ૧૬૪૪).
ફેન્સ પ્રવાસી ટેવનિયર ૧૬૪૦-૪૧ માં અને ૧૬૫૩ માં સુરત આવ્યો હતો. એણે સુરત વિશે ઘણી નોંધ કરી છે. એમાં એ જણાવે છે : સુરતનું વહાણ સારી હવામાં ૧૫ દિવસે હેમુઝ પહોંચતું. કાસીમ બજારમાં વર્ષ ૨૦,૦૦૦