Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
સુ' ]
ભાષા અને સાહિત્ય
[ ૩૦૫
લક્ષ્મીદાસ (ઈ.સ. ૧૫૮૩–૧૬૧૬ માં હયાત) : મહેમદાવાદના વાલમ જ્ઞાતિના લક્ષ્મીદાસની ‘ગજે દ્રમાક્ષ' 'ચંદ્રહાસ-આખ્યાન' અને ‘દશમસ્ક°ધ (સક્ષેપમાં) એ ત્રણ કૃતિ જાણવામાં આવી છે. ભાલણના ‘દશમસ્કંધ'માં ‘રાસપ’ચાધ્યાયી નથી ત્યાં હાયપ્રતામાં અને તેથી મુદ્રણમાં આ લક્ષ્મીદાસની મૂકવામાં આવી છે.
હરિદાસ રૈકવ (ઈ.સ. ૧૫૮૮-૧૫૯૧ માં હયાત) : અમદાવાદ નજીકના બારેજાના રાયકવાળ બ્રાહ્મણ હરિદાસની એકમાત્ર રચના-‘આદિપર્વ' (મુદ્રિત) જાણવામાં આવી છે. એ આખ્યાનપદ્ધતિની મધુર રચના છે.
કાશીમુત શૈધજી (ઈ.સ, ૧૫૯૧–૯૨ માં હયાત ) : ખંભાતના અંધારા જ્ઞાતિના આ આખ્યાનકારની ‘સભાપવ’ ‘વિરાટપર્વ” ‘રુમિણીહરણ’ ‘હનુમાનચરિત્ર' ‘અંબરીષકથા' અને ‘પ્રદ્લાદાખ્યાન' જાણવામાં આવ્યાં છે. એનાં આખ્યાને માં કવિત્વના ઝબકારા જોવા મળે છે.
રામદાસસુત (ઈ.સ. ૧૫૯૩ માં હૈયાત) : આખ્યાન કાવ્યામાં ભાત પાડતી એની એકમાત્ર રચના ‘અંબરીષાખ્યાન' (અપ્રકાશિત) જાણવામાં આવી છે. એ એણે ન`દાકાંઠે ભરૂચમાં રચેલી,
:
હીરાભુત કાહાન ( ઈ.સ. ૧૬ મી સદીના ઉત્તરાર્ધ ) : અમદાવાદના રાણીપ ગામમાં આવી વસેલા ઉમરેઠના ઔદીચ્ય બ્રાહ્મણુ હીરાના પુત્ર કાહાનની એ ગુજરાતી રચના મળે તે ‘ઓખાહરણ' અને ‘એકાદશીભાહાત્મ્ય'. આ કાહાને ભાગવતના સં. દશમસ્કંધની કથા એટલા જ ૯૦ અધ્યાયામાં સંસ્કૃતશ્લોકબદ્ધ રચેલી અમદાવાદની ગુ. વિ. સભાના હસ્તલિખિત પુસ્તકાલયમાં છે. ‘અશ્વમેધાખ્યાન' ગેાવધનરાસ' ‘હિંગુલામ ત્રરિત્ર' હાલા—હાલીનું આખ્યાન' ‘આગાનું પદ' ‘કુંડલિયા' ‘કૃષ્ણજન્મ વધાઈ” ‘રાસનું ધાળ’-આ કૃતિએ કાહાનની છાપની મળે છે, પણ એ આ કાહાનની જ છે એવું કહેવા પ્રમાણુ નથી.
ધનરાજ (ઈ.સ. ૧૬ મી સદીનેા ઉત્તરા`) : આ સ્વતંત્ર જ્ઞાનમાર્ગીય ઉત્તમ પકાર છે. હજી પ૬ છપાયાં નથી.
સંત ( ઈ.સ. ૧૬ મી સદીના ઉત્તરાર્ધ) : આ આખ્યાનકારનું સમગ્ર ભાગવત ગુજરાતીમાં જાણવામાં આવ્યું છે (અપ્રકાશિત). એ કાઈ નાગર બ્રાહ્મણ હોવાનું જણાયું છે.
ફૂંઢ (ઈ.સ ૧૫૯૬ -૧૬૨૭ માં હયાત) એ નવસારી જિલ્લાના રૂપાને અનાવળા બ્રાહ્મણ હતા. એનાં 'મિણીહરણ' કપાતનું આખ્યાન ' · પાંડવ
૪-૬-૨૦