Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૩૧૦]
સુઘલ કાલ
ભાણદાસ (ઈ.સ. ૧૬૫૦-૧૬૫૧ માં હયાત) : ગુજરાતી સાહિત્યમાં વ્યાપક રીતે ‘ગરબા’ સાહિત્યની રચના કરનાર ભાણદાસના પ્રકીણુ` ૭૧ જેટલા ગરબાઓ ઉપરાંત ‘પ્રત્લાદાખ્યાન' અજગર-અવધૂત સ ંવાદ' ‘નૃસિંહજીની હમચી બારમાસ' ‘હનુમાનની હમચી' અને પ્રકીણ પદો જાણવામાં આવ્યાં છે.
માધવ (ઈ.સ. ૧૬૫૦ માં હયાત) : રૂપસુંદરકથા'શીક અક્ષરમેળ ૧૯૨ લેાકેામાં આ માધવે એક લૌકિક કથા સાંકળી લીધી છે. એ જ્ઞાતિએ ઔદીચ્ય બ્રાહ્મણ હતા અને સ ંસ્કૃત પદ્ધતિના કાવ્યપ્રકારના જ્ઞાતા હતા. એની રસની જમાવટ આક છે.
[ 3.
વિશ્વનાથ જાની (ઈ.સ. ૧૬પર માં હયાત) : પાટણના વતની આ વિશ્વનાથ જાની પ્રેમાનંદના બાહ્યકાલમાં મહત્ત્વના આખ્યાનકાર હતા. એનુ ‘માસાળાચરિત્ર' (નરસિંહ મહેતાની પુત્રીનું મામેરું) એના સારે। નમૂના છે. આ ઉપરાંત ‘પ્રેમપચીસી' અને ‘સગાળચરિત્ર' એનાં છે.
જનતાપી કિવા તાપીદાસ (ઈ.સ. ૧૬પર માં હયાત)— ધારા જ્ઞાતિના આ તાપીદાસની ‘અભિમન્યુ આખ્યાન’ પ્રેમાનંદના ‘અભિમન્યુ આખ્યાન'ની પૂર્વે રચાયેલી રચના છે. એ ભરૂચ નજીકના હરિયાદના વતની હતા.
,
દ્રૌપદીહરણ
રતનજી (ઈ.સ. ૧૯૫૭ માં હયાત) ‘વિશ્વ શીરાજાનું આખ્યાન' રચનારા રતનજી ખાનદેશના ભાગલાણમાં જઈ રહેલે જણાયા છે.
"
"
સગાળશા ' અને
પ્રેમાનંદ ભટ્ટ (ઈ.સ. ૧૭ મી સદીનેા ઉત્તરાધ'); ઈ.સ. ૧૬૬૭થી ૧૯૯૦ સુધીમાં અનેક આખ્યાન રચી ગયેલે! નરસિંહ મહેતા અને દયારામતા સમકક્ષ કવિ હતા. આ પૂર્વે આખ્યાન તે અનેક રચાયાં છે, પણ એની ક્રેટને કાઈ આખ્યાન-કવિ ચયા નથી, ઉચ્ચ કાર્ટનેા આ આખ્યાન-કવિ વડાદરામાં થઈ ગયા છે. એની ઓખાહરણ' ‘અભિમન્યુ આખ્યાન' ચંદ્રહાસ આખ્યાન’ મદાલસા આખ્યાન’ ‘ફ્`ડી' ‘શ્રાદ્ધ' ‘સુદામાચરિત્ર‘ ‘મામેરુ” ‘ સુધન્વાચ્યાખ્યાન ” ‘નન્નાખ્યાન’ ‘રણયજ્ઞ’ ‘કૃમિણીહરણ’નાસિકેતાખ્યાન' વામનકથા' ' શામળશાહના વિવાહ’(નાના), ભ્રમરગીતા’(નાની-મેટી)‘દશમસ્કંધ’(અપૂણ`)—આ ઈ.સ. ૧૬૭૭ થી ૧૯૦૦ સુધીમાં રચાયેલી કૃતિ છે. એણે ખીજી નાની નાની પણ રચના કરી છે. ગુજરાતી મધ્યયુગે જે મહત્ત્વના કવિ આપ્યા તેએમાં આ ઉચ્ચ પ્રતિભાને આખ્યાન-કવિ છે. આ કવિને નામે અન્ય સખ્યાબંધ રચનાએ પ્રસિદ્ધ કરવામાં આવી છે, પણ એનું કર્તૃત્વ સિદ્ધ કરી શકાયુ' નથી.