Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૩૧૨]
સુઘલ કાલ
[×.
(
રત્નેશ્વર (ઈ.સ. ૧૬૮૩–૧૬૯૪ માં હયાત) : આ એક પદ્યાનુવાદક હતા. ડભાઈમાં રહી આ શ્રીમાળી બ્રાહ્મણે " * ભાગવત જૈમિનીય અશ્વમેધ ' અને ‘સ્વર્ગારાહણુપ''ના અધ્યાયવાર આખ્યાન-પદ્ધતિએ પદ્યાનુવાદ કર્યાં છે. સંસ્કૃતના એ સારા જ્ઞાતા હતા અને ગુજરાતી ભાષા ઉપર પ્રભુત્વ ધરાવતા હતા એ કારણે અનુવાદ હાવા છતાં અનુવાદ છે એવા વાચકને ખ્યાલ આવતા નથી, ‘ભાગવત’ના અનુવાદ કરતાં એણે શ્રીધરી ટીકાને આધાર લીધે છે. આ ઉપરાંત ‘આત્મવિચાર-ચંદ્રોદય’ ગણુમેળ વૃત્તોમાં કરેલી સ્વતંત્ર જ્ઞાનમૂલક રચના છે. એના ‘ખાર માસ’ પણ જાણવામાં આવ્યા છે. એના નામ પર ચડાવીને પણ થેાડી રચનાએ પ્રસિદ્ધ કરવામાં આવી છે.
મુકુંદ (ઈ.સ. ૧૬૮૬ માં હયાત) : ખ`ભાતના આ આખ્યાનકારે ‘વીર વર્ષોંનું આખ્યાન' અને ચંદ્રહાસનું આખ્યાન' એ એ આખ્યાન રચેલાં હવાનું જાણવામાં આવ્યું છે.
વલ્લભ ભટ્ટ (ઈ.સ. ૧૬૯૦-૧૯૧૦ માં હયાત) : સુરતના ઔદીચ્ય ટાળક્રિયા બ્રાહ્મણના આખ્યાન-રૂપમાં ભાગવતના ૧ થી ૯ અને ૧૧, ૧૨ ના સ્કંધાને સારાનુવાદ મળે છે (ઈ.સ. ૧૭૦૭ થી ૧૭૧૦). એ કથાકાર હતા અને રચના ગ!ઈ સંભળાવતા. એણે આ ઉપરાંત ‘ રેવામાહાત્મ્ય ’ (ઈસ. ૧૭૦૧) ‘અનાવિલપુરાણ’ (ઈ.સ. ૧૬૯૦) અને સ્વ. અ. મુ. જાતીએ પ્રેમાનંદના નામે છૂપાવેલું ‘સુભદ્રાહરણ’ રચના કરી હતી.
જગન્નાથ (ઈ.સ. ૧૭–૧૮ મી સદીના સંધિકાલ) : આનું એક માત્ર આખ્યાન કાવ્ય ‘સુદામાચરિત્ર' (ઈ.સ. ૧૭૦૫) મળ્યું છે.
નથુરામ (ઈ.સ. ૧૭–૧૮ મી સદીના સંધિકાલ) : એનાં ‘કક્કો’ ‘ચેતવણી ( વિન્તાળિ ) ‘પાવતી-લક્ષ્મીસંવાદ' ‘વિદુર-ભાવ' અને થાડાં પદ્મ, જાણવામાં આવ્યાં છે.
જેરામ (ઈ.સ. ૧૭–૧૮ મી સદીના સંધિકાળ) : એનું એકમાત્ર ત્રવાહનઆખ્યાન' મળ્યું છે. એ કચ્છ-મુદ્રાના ચાતુર્વેદી માઢ બ્રાહ્મણ હતા.
ભાજો સુરતી (ઈ.સ. ૧૭–૧૮ મી સદીના સધિકાલ) : આ આખ્યાનકારની ‘ચંદ્રહાસ આખ્યાન' અને અમ્રવાહન આખ્યાન’ એ એ રચના મળી છે. એ જ્ઞાતિએ ઋણુ કરીને ખારેાટ હતેા.
ઇંદ્રાવતી કિવા પ્રાણનાથ ( ઈ.સ. ૧૭–૧૮ મી સદીના સંધિકાલ ) ; પરણામી વૈષ્ણવપંથના સ્થાપક દેવચંદ્રજીના શિષ્ય પ્રાણનાથે નવાનગર-જામનગરમાં