Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૯મું]
ભાષા અને સાહિત્ય
(૩૧૧
વીરજી (ઈ.સ. ૧૬૬૪–૧૬૬૮ માં હયાત) : ઘણું કરીને આ આખ્યાનકવિની “સુરેખાહરણ” નામની ખાનદેશના બુહરાનપુરમાં કરેલી (ઈ.સ. ૧૬૬૪) રચના છે. બીજી રચના કામાવતીનું આખ્યાન' (ઈ.સ. ૧૬૬૯) છે. એના નામ ઉપર બીજી બે રચના ચડાવવામાં આવી છે, પણ એ અશ્રય છે. - હરિદાસ વણિક (ઈ.સ. ૧૬૭૧ માં હયાત) : એની એકમાત્ર પ્રામાણિક કૃતિ “નરસિંહના પુત્રનો વિવાહ” (ઈ.સ. ૧૬૭૧) જાણવામાં આવી છે. બીજી ત્રણેક એના નામે ચડાવી પ્રસિદ્ધ કરાઈ છે.
દ્વારકે (ઈ.સ. ૧૬૭૪–૧૭૪૪ માં હયાત) : એ વડોદરા જિલ્લાના ભાલેજનો વતની હતો. એના બાર માસ” ઉપરાંત કેટલાંક પદ પણ છપાયાં છે. આ દ્વારકા” કે દ્વારકાદાસના નામે ચડાવી કેટલીક નાની રચનાઓ પ્રસિદ્ધ કરવામાં આવી છે.
ધનજી (ઈ.સ. ૧૭મી સદીની ત્રીજી પચીસી) : એની એકમાત્ર કૃતિ “સમિણીવિવાહ (સં. ૧૮૧૯-ઈ.સ. ૧૭૬૩ની હાથપ્રત) જાણવામાં આવી છે.
યણેશ્વ૨ (ઈ.સ. ૧૬૬૮ માં હયાત) : ડાકોરના શ્રી રણછોડરાયજીને પુષ્ટિભાગીય સેવા-પ્રકાર નક્કી કરી આપનારા ગો. શ્રી હરિરાયજીની આજ્ઞાથી આ યશ્વરે રચેલું શ્રી રણછોડજીનું ચરિત’ (ઈ.સ. ૧૬૬૯) મળે છે.
જીવરાજ (ઈ.સ. ૧૯૭૬-૭૮ માં હયાત)-જીવને શિખામણ” “કૈલાસવર્ણન” અને “ઈશપ્રતાપ’ એ ત્રણ જ રચના છવરાજની મળી છે. એ સુરતના બેગમપુરાને કે ભરૂચ પાસેના વેજલપુરને વતની હતો.
તુલસી (ઈ.સ. ૧૬૭૬ માં હયાત): ધોળકા પાસેના લીલિયાના આ બ્રાહ્મણનો એકમાત્ર ગ્રંથ “અશ્વમેધ મળ્યો છે (ઈ.સ. ૧૬૭૬). જૈમિનિના “અશ્વમેધને અનુસરીને લખાયેલું એનું આ સ્વતંત્ર આખ્યાન છે.
કેશવદાસ વણિક (ઈ.સ. ૧૬૭ માં હયાત)ઃ એનું કૃષ્ણની લીલાને લગતું “મથુરાલીલા' (૩૧ કડવાનું) જાણવામાં આવ્યું છે. એ ભરૂચ પાસેના આમોદને વલ્લભી વણિક વૈષ્ણવ હતો.
હરદેવ સ્વામી (ઈસ. ૧૬૮૪ માં હયાત) મૂળ સિદ્ધપુરને વતની ઔદીચ્ય બ્રાહ્મણ-ખંભાતમાં જન્મેલો, તેણે સુરતમાં “કંદપુરાણને આધાર લઈ શિવની કથા “શિવપુરાણ” મથાળે આખ્યાન-રૂપમાં આપી છે.