Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૩૦૪]
શુઘલ કાલ
[પ્ર.
(આ) ગુજરાતી
સાહિત્યના યુગની દષ્ટિએ આદિભકિતના અનુસંધાનમાં સાહિત્ય - પ્રકારની મુખ્યતાને કારણે જૈનેતર સાહિત્યકારોએ “આખ્યાનયુગ” માં આખ્યાનરચનાઓનો પ્રવાહ ઠીક ઠીક પ્રમાણમાં વહાવવા માંડ્યો હતે. ઈ.સ. ૧૫૭૪ થી શરૂ થતા રાજકીય મુઘલ-સત્તાકાલમાં એ પ્રવાહ સતત ચાલુ હતે. મુખ્ય પ્રકાર આખ્યાનોનો હોવા છતાં બીજા પ્રકાર પણ ખેડાયે જતા હતા. અહીં પ્રથમ આ અનેક સાહિત્ય પ્રકારનું ખેડાણ કરનારા જૈનેતર સાહિત્યકારોનું અવકન કરીએ,
વિષ્ણુદાસ (ખંભાતના) (ઈ.સ ૧૫૬૭-૧૬૧૨ માં હયાત) : મકરકુલના નાગર બ્રાહ્મણ વિષ્ણુદાસે “શાંતિ–“અનુશાસન'–આશ્રમવાસિક સિવાયનાં "મહાભારત’નાં ૧૫ વર્ષ સળંગ આખ્યાનબંધમાં રચ્યા ઉપરાંત “રામાયણું લક્ષ્મણહરણ” “કુંવરબાઈનું મેસાળું “શુકદેવાખ્યાન”, “જૈમિનીય અશ્વમેઘને આધારે ૧૧ જેટલાં આખ્યાન, રુકમાંગદ આખ્યાન” “અંબરિષાખ્યાન “હરિશ્ચંદ્રપુરી” એમ ૩૮ કૃતિ રચી આપી છે. એના નામે બીજી પણ રચનાઓ કહેવામાં આવી છે, પણ એને માટે પ્રમાણેને અભાવ છે. એણે મૂળ સંસ્કૃત કથાનકોને પ્રામાણિક રીતે અનુસરવાનો પ્રયત્ન કર્યો છે.
વછરાજ (ઈ.સ. ૧૫૭૯માં હયાત) : એની એકમાત્ર લૌકિક કથા “રસમંજરી છપાઈ છે. છપ્પાઓમાં એની વિશેષતા છે.
ગોપાલદાસ વણિક (ઈ.સ. ૧૫૭૭–૧૫૯૨ માં હયાત) : શુદ્ધાત પુષ્ટિમાર્ગના પુરસ્કાર શ્રીવલ્લભાચાર્યજી અને એમના પુત્ર શ્રી વિઠ્ઠલનાથજીને લગતી ભક્તિભાવપૂર્ણ ઈતિહાસમૂલક “વલ્લભાખ્યાન” નામની આખ્યાનાત્મક એકમાત્ર એની કૃતિ જાણવામાં આવી છે. અમદાવાદના અસારવાના આચાર્યજીની બેઠકના સ્થાનમાં એણે આ રચના કરેલ છે. એ કલેલ નજીકના રૂપાલનો વેષ્ણવ હતો. | લીલે (ઈ.સ. ૧૫૦૮ માં હયાત) : એની એકમાત્ર રચના “સુંદર શેઠની કથા' (અમુદ્રિત) નામની લૌકિક કથા જાણવામાં આવી છે. ' મેગલ (ઈ.સ. ૧૫૮૧ માં હયાત) : નાનાં પણ મધુર આખ્યાન આપનારા મેગલની “ધ્રુવાખ્યાન” અને “નાસિકેતાખ્યાન” એ બે રચના સુલભ છે
હરિદાસ વાળંદ (ઈ.સ. ૧૬-૧૭ મી સદીની સંધિ) : એ ખંભાતને વતની હતું અને એનું એકમાત્ર “ધ્રુવાખ્યાન જાણવામાં આવ્યું છે.