Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૨૮]
મુઘલ કાલ
[5.
સંસ્કૃત કૃતિઓમાં ગ્રંયકારેએ તત્કાલીન અરબી-ફારસી અને ગુજરાતી કેટલાયે શબ્દ અપનાવી લીધેલા જોવા મળે છે. શ્રી દેવવિમલગણિએ “હીરસૌભાગ્ય મહાકાવ્યમાં એવા શબ્દોને સંસ્કૃત–પઘોમાં વણી લીધા છે; જેમકે “મહમ્મદ' માટે મુહમ્દ (સર્ગ ૧, લેક ૧૨૯), “ફરમાન માટે “સ્ફરન્માન” (૧૧-૧૮), દેવદૂત' માટે પેગંબર' (૧૩–૧૩૭), “કુરઆન માટે “કુરાન' (૧૩–૧૪૩), ઈશ્વર માટે “ખુદા' (૧૩-૧૩૮), “મુઘલ’ માટે મુગલ અને યવન જાતિના નામ માટે “ગાજી (૧૪-૮૨), “સામંત' માટે ખાનખાન” (૧૪-૮૪), “રાજા-બાદશાહ' નામ માટે “પાતિસાહિ' (૧૪-૮૪), એક પ્રકારનાં નાણું માટે “ત્યારી, વ્યારિકા (૧૭–૧૭૧-૧૭૨), એક પ્રકારના વસ્ત્ર માટે “કથીપક' (૧૭-૧૭૧), “શેખ માટે
શેષ” (૧–૧૯૧). , , આ જ રીતે કેટલાયે તત્કાલીન ગુજરાતી શબ્દ પણ શ્રી દેવવિમલગણિએ ઉપયોગમાં લીધા છે, જેમકે–સમીકરણ માટે “સૂરવાય’ (૯-૯૨), હિંદુ (૫. ૬૧૮), 'કથી” (૯૦૨), “માંડવો” (૯૨), બધાંટ’ (૯૦૨), ખંજન માટે ગંગેરઉ” (ર૬૮), “અણાવ્યું” (૬૭૫– આમ અનેક શબ્દ સંસ્કૃત સાથે જોડાઈ ગયા છે. મધ્યકાલીન ગુજરાતી કિંવા ગુજ૨ ભાખા - “આદિભક્તિયુગના મહત્વના કવિ ભાલણે જેને ગુજર ભાખા’ કહી છે " તેવી, ભાષાવિકાસના ક્રમમાં મધ્યકાલીન ગુજરાતી ભાષાભૂમિકા તરીકે સ્વીકારાયેલી, સ્વરૂપમાં હવે “ગુજરાતી' થઈ ચૂકેલી ભાષામાં, આપણી આ ગ્રંથના સમયની મર્યાદા(ઈ. સ. ૧૫૭૪ થી ૧૭૫૭-વિ.સં. ૧૬૩૦ થી ૧૮૧૩)ને વિચાર કરતાં, ખાસ કરી લિખિત સ્વરૂપને ખ્યાલ કરતાં બે ચખા ગાળા જોવા મળે છે. મધ્યકાલીન ગુજરાતી ભાષા ઈસ. ૧૫૭૬ સુધીમાં ત્રણ ભૂમિકા વટાવી અખા અને પ્રેમાનંદની કૃતિઓની લિખિત અર્વાચીન ભાષાભૂમિકાને આંબવાનું કરતી ચોથી મિશ્રભૂમિકાને રજૂ કરી આપે છે. બીજી મિશ્રભૂમિકાથી જેનો આરંભ થયો હતો તેવાં સ્વરસંકોચન (ર > રિ, ઘોડ૩ > ઘો જેવાં રૂ૫ અદશ્ય થવા લાગે છે અને અર્વાચીન રૂપો (> અરે, ઘોડો) સ્થાપિત થતાં જાય છે. અખા અને પ્રેમાનંદમાં આ રૂપ સ્થિર થઈ જાય છે અને અર્વાચીન ગુજરાતી ભાષાની ૧લી ભૂમિકા ઈ.સ. ૧૬૫૦ આસપાસથી લેખનમાં અમલી બની રહે છે, હવે એ સિદ્ધ થઈ ચૂક્યું છે કે લેખનમાં ભૂમિકાઓ ક્રમે ક્રમે વટાવાતી જતી હતી છતાં અર્વાચીન ભાષાનાં ઉચ્ચારણ નરસિંહ મહેતાના સમય