Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૨૯૧
૯ મું ]
ભાષા અને સાહિત્ય ઉપા, ગુણવિનયગણિ (ઈ.સ. ૧૫૮૫): ખર. ક્ષેમશાખાના કોમરાજજયસમ ઉપા.ના શિષ્ય ગુણવિનય ઉપાધ્યાયે અનેક વૃત્તિગ્રંથની રચના કરી છે.
૧. સં. ૧૬૪૧માં હનુમાન કવિ-કૃત ખંડ પ્રશસ્તિ કાવ્ય પર સુબાધિકા નામની વૃત્તિ, ૨. સં. ૧૬૪માં કાલિદાસ કવિના “રઘુવંશ કાવ્ય” પર વૃત્તિ, ૩. એ જ વર્ષમાં ત્રિવિક્રમ ભટ્ટ-કૃત “દમયંતિ કથા ચંપૂ” પર ટીકા, ૪. સં. ૧૬૪૭માં વિરાગ્ય શતક' પર ટી. ૫. સં. ૧૬૫૧માં જયશેખર–કૃત “સંબોધસપ્તતિકા પર વૃત્તિ, ૬. સં. ૧૬૫૯લ્માં “લઘુશાંતિસ્તવન” પર ટીકા, ૭. સં. ૧૬૬૫માં નવાનગરમાં તપા. ધર્મસાગર ઉપા.ના ‘ઉસૂત્રખંડન'ના પ્રત્યુત્તરરૂપે “ઉસૂત્રોદ્ઘાટન કુલકીની રચના કરી છે.
જિનવલ્લભસૂરિના “અજિત શાંતિસ્તવ” પર મિતભાષિણીવૃત્તિ, “શબ્દાર્થ સમુચ્ચય' વગેરે ગ્રંથ રચ્યા છે. ગુજરાતી ભાષામાં પણ કેટલાક ગ્રંથ રચ્યા છે.
મુનિ કનકકુશલ (ઈ.સ. ૧૫૮૫) : આ વિજયસેનસૂરિના શિષ્ય મુનિ કનકસલે સં. ૧૬૪૧માં જિનસ્તુતિ, “કલ્યાણમંદિર સ્તોત્ર પર ટીકા, સં. ૧૬પર માં વિજ્યાદશમીના દિવસે વડનગરમાં રહીને “ભક્તામર સ્તોત્ર પર ટીકા સં. ૧૬૫૩ માં સાદડીમાં “વિશાલલોચન પર વૃત્તિ, સં. ૧૬૫૫માં મેડતામાં સૌભાગ્ય પંચમીથા, વરદત્ત ગુણમંજરીકથા, સાધારણ જિન સ્તવન પર અવચૂરિ, રનાકરપંચવિંશતિ” પર ટીકા સં. ૧૬૫૬ માં સુરપ્રિયમુનિકથા, સં. ૧૬૫૭માં રોહિણેયકથાનક વગેરે રચનાઓ કરી છે.
એમણે “દાનપ્રકાશ' નામનો ગ્રંથ સં. ૧૬૫૬માં આઠ પ્રકાશમાં રચ્યો છે. અને ભિન્ન ભિન્ન કથાઓ દ્વારા મુનિને દાન દેવાથી થતા લાભની વિગત વણવી છે. કૃતિ સરળ અને મનોહર સંસ્કૃત પદ્યમાં છે.
વાચક સમયસુંદરગણિ (ઈ.સ. ૧૫૮૫) : ખર. ઉપા. સકલચંદ્રના શિષ્ય સમયસુંદર વાચકે સં. ૧૬૪૧ (ઈ.સ. ૧૫૮૫) માં “ભાવશતક' નામે
શતક કાવ્ય (પણ ટીકા સાથે) રચ્યું છે. સં. ૧૬૪માં એમણે રાગનો હતે સહયમ એ વાક્યના આઠ લાખ અર્થ કરી સમ્રાટ અકબરને ચમત્કૃત કર્યો હતે. સં. ૧૬૬૩ માં “રૂપકમાલા” પર વૃત્તિ રચી છે. સં. ૧૬૫માં એમણે “જિનસિંહસૂરિ પદેત્સવ’ કાવ્ય રચ્યું છે. સં. ૧૬૬૪માં “ચાતુર્માસિક વ્યાખ્યાન પદ્ધતિ', સં. ૧૬૬પમાં “ચાતુર્માસિક પર્વકથા’, સં. ૧૬૬૬ માં અને વીરમપુરમાં કાલિકાચાર્યકથા, સં. ૧૬૭રમાં મેડતામાં “સામાચારીશતક રચ્યું અને “વિશેષ શતક' રચ્યું છે. આ શતકમાં સં. ૧૭૮૭ માં પડેલા ભયંકર દુષ્કાળનું વર્ણન કર્યું છે.