Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
રહ૦ ]. મુઘલ કાલ
[. જેમને મુઘલ બાદશાહ અકબરે “જગલુરુના બિરુદથી નવાજ્યા હતા તેમની પ્રશસ્તિરૂપે એ રચ્યું છે.
યાજ્ઞિકનાથ (ઈ.સ. ૧૫૭૯ આસ) : યાજ્ઞિકનાથ જંબુસરના રહેવાસી અને જ્યોતિષશાસ્ત્રના પ્રખર વિદ્વાન હતા. એમણે “જાતકચંદ્રિકા” નામની કૃતિ આપી છે. તેઓ શક સં. ૧૫૦૦ (ઈ.સ. ૧૫૭૮) આસપાસ થયા હોય એમ માની શકાય. | મુનિ રવિસાગર (ઈ.સ. ૧૫૮૦): તપા. હર્ષ સાગર રાજસાગરના શિષ્ય મુનિ રવિસાગરે સં. ૧૬૩૬ (ઈ.સ. ૧૫૮૦)માં “રૂપસેનચરિત્ર', સં. ૧૬૪૫ માં માંડલમાં પ્રદ્યુમ્નચરિત્ર અને એ જ વર્ષમાં ઉન્નતનગર (ઉના)માં “મૌન એકાદશીની કથા વગેરે રચનાઓ કરી.
દેવવિમલગણિ (ઈ.સ. ૧૫૮૩ થી ૧૬૧૫) : સિંહવિમલગણિના શિષ્ય દેવવિમલગણિએ “હીરસૌભાગ્ય મહાકાવ્ય અને એના પર પs “સુખાવધ નામની વૃત્તિ રચી છે. એમણે આ કાવ્ય અને વૃત્તિની રચનાનો આરંભ સં. ૧૩૯ ઈ.સ. ૧૫૮૩)માં કર્યો હતો અને પૂર્ણાહુતિ સં. ૧૬૭૧(ઈ.સ. ૧૬૧૫)માં કરી હતી. એના ૧૭ સર્ગ છે.
આ કાવ્યમાં કવિએ એ વખતે પ્રચલિત એવા કેટલાક ફારસી શબ્દોને અપનાવી લઈ કાવ્યમાં ગૂંથી દીધા છે.
આમાં ગુજરાતનાં ઝૂઝવાડા, સાભ્રમતી નદી, અહમદાવાદ, પાટણ, ખંભાત વગેરે સ્થળોનું કવિત્વમય વર્ણન છે. આ કાવ્યનું સંશોધન ઉપા. કલ્યાણુવિજયના શિષ્ય ધનવિય વાચકે કર્યું હતું. આ કાવ્ય-વૃત્તિમાં અનેક ગ્રંથનાં અવતરણ છે. જે કર્તાની બહુશ્રુતતાને પરિચય કરાવે છે.
દેવવિમલગણિના સમયની સામાજિક સાંસ્કૃતિક ધાર્મિક રાજકીય વગેરે વિગતો જાણવા માટે આ કાવ્યનું ઐતિહાસિક દષ્ટિએ બહુ મૂલ્ય છે..
મુનિ જયસમ (ઈ.સ. ૧૫૮૪) : ખર. ક્ષેમશાખાના ક્ષેમરાજ (-પ્રદ માણિકપ)ના શિષ્ય મુનિ જ્યએ સં. ૧૬૪૦ (ઈ.સ. ૧૫૮૪)માં “ઈરિયાવહિકા વિંશિકા પણ ટીકા સહિત અને સં. ૧૬૪પમાં “પષણ પ્રકરણ સટીક રચ્યાં છે. વળી “કમચંદ્રમંત્રિવંશત્કીર્તન કાવ્ય નામક ઐતિહાસિક કાવ્ય રચ્યું છે. આ કાવ્યમાં મંત્રી કર્મચંદ્રના જીવન વિશે હકીકત જણાવી છે.
એમના શિષ્ય મુનિ ગુણવિનય ખંડ પ્રશસ્તિ' કાવ્યની ટીકાની પ્રશસ્તિમાં જણાવે છે કે મુનિ જ્યોમે અકબર બાદશાહની રાજસભામાં વાદમાં ય મેળવ્યો હતે.