Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
ભાષા અને સાહિત્ય
[૨૯૯ મુનિ રામવિજય (ઈ.સ. ૧૭૫૧) : ખરતરગચ્છીય મુનિ દયાસિંહના શિષ્ય મુનિ રૂપચંદ્ર, રામપર નામ રામવિજયે ગૌતમીય મહાકાવ્યની રચના કરી. એના ઉપર સં. ૧૭પર માં કઈ અમૃતગણિએ ટીકા રચી.
ઉપા. શાંતિસાગર (ઈ.સ. ૧૬૫૧) : તપા. મૃતસાગરના શિષ્ય ઉપા. શાંતિસાગરે સં. ૧૭૦૭ (ઈ.સ. ૧૬૫૧) માં પાટણમાં ક૯પસૂત્ર' ઉપર કૌમુદી' નામની વૃત્તિ રચી.
લાવણ્યવિજયગણિ (ઈ.સ. ૧૬પ૩) : ૫. લાવણ્યવિજયે જોધપુરથી સં. ૧૭૦૯ (ઈ.સ. ૧૬૫૩) માં રાજનગર (અમદાવાદ)માં વિરાજમાન આ. વિજયસિંહસૂરિ ઉપર૮ અને સં. ૧૭૪૭માં પાટણમાં સ્થિત આ. વિજય પ્રભસૂરિ ઉપર૨૯ વિજ્ઞપ્તિ પત્ર લખ્યા છે.
પં. અમરચંદ્રમણિ (ઈ.સ. ૧૬૫૩) : ૫. અમરચંદ્રગણિએ દેવકપત્તનથી સં. ૧૭૦૯ (ઈ.સ ૧૬પ૩) માં પત્તનનગરમાં ચાતુર્માસ નિમિતે રહેલા આ. વિજયસિંહરિ ઉપર વિજ્ઞપ્તિપત્ર' લખે.”
પં. કમલવિયગણિ (ઈ.સ. ૧૬૫૩) : ૫. કમલવિજયગણિએ સ્તંભ તીર્થ (ખંભાત)થી સં. ૧૭૦૯ (ઈ.સ. ૧૬૫૩)માં પાટણમાં બિરાજતા આ. વિજયસિંહસૂરિને વિજ્ઞપ્તિપત્ર લખ્યો
મુનિ હસ્તિરુચિ (ઈ.સ. ૧૬૫૪) : મુનિ હિતરુચિના શિષ્ય મુનિ હસ્તિસૂચિએ “વૈઘવલ્લભ' નામક આયુર્વેદના ગ્રંથની રચના સં. ૧૭૧૦ (ઈ.સ. ૧૬૫૪) લગભગમાં કરી છે.
મહ. યશવિજયગણિ (ઈ.સ ૧૬ ૫૫ લગ) : ગુજરાતમાં પાટણ પાસે આવેલા કહેડુ ગામના વતની શેઠ નારાયણ અને એમની પત્નિ સૌભાગ્યદેવીથી સવંત નામે પુત્ર સં. ૧૬૮૦ માં થયા. એ દીક્ષા લઈ યશોવિજ્ય થયા.
સંઘના અગ્રણી શેઠ ધનજી સૂરાએ ગુરુ નયવિજયજીને વિનંતીપૂર્વક પ્રેરણું કરતાં તેઓ યશોવિજયજીને સાથે લઈ કાશી ગયા. ત્યાં ત્રણ વર્ષ રહી દર્શનશાસ્ત્ર નન્યાય વગેરે શાસ્ત્રોને અભ્યાસ કર્યો. એમણે “ન્યાયવિશારદ' અને અને “ન્યાયાચાર્યની ઉપાધિ મેળવી.૩૩
એમણે સંસ્કૃત પ્રાકૃતમાં ૮૦ જેટલા ગ્રંથ રચ્યા છે, તેમાંથી ૫૪ જેટલા ગ્રંથ મળી આવે છે. કેટલાક ગ્રંથોનાં નામ મળે છે, પણ હજી પ્રાપ્ત થયા નથી. ગુજરાતીમાં ૬૧ જેટલી રચના પ્રાપ્ત કરી છે.