Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
બાધિક સ્થિતિ વિધમીઓના હાથમાં કે અયોગ્ય સ્થળે નહિ જવા દેવાની ઇચ્છાથી દરેકના હાથમાં જનાર સિક્કામાં એવું લખાણ નહિ આપવાની બાદશાહે આજ્ઞા કરી. હતી.૩• ઔરંગઝેબ પછી શાહઆલમ ફર્ખસિયર જહાંદારશાહ અહમદશાહ મુહમ્મદશાહ વગેરેના સિક્કા નજીવા ફેરફાર સાથે આ મુજબના ચાલુ રહ્યા હતા. પણ ઈ.સ. ૧૭૩૯ ની સાલને, ઈરાની વિજેતા નાદિરશાહના નામને, અમદાવાદની ટંકશાળને સિક્કો મળ્યો છે એ નોંધપાત્ર છે. નાદિરશાહ દિલ્હીમાં બે માસ રહ્યો ત્યાં સુધી મુઘલ બાદશાહ મુહમ્મદશાહ પાસે કોઈ સત્તા નહોતી તથા નાદિરશાહના નામને ખુતબો આખા સામ્રાજ્યમાં પઢવામાં આવ્યું હતું તથા એના નામના સિક્કા પડયા હતા. “મિરાતે અહમદી' સ્પષ્ટ લખે છે કે “નાદિરશાહ દિલ્હીમાં રહ્યો ત્યાં સુધી એના નામના દિરહમ અને દીનાર હિંદુસ્તાનનાં કેટલાંક શહેરમાં પડયા હતા.” એના કથન મુજબ અમદાવાદને સમાવેશ પણ એવાં શહેરમાં થતો હતો. નાદિરશાહ ઈરાન ચાલ્યો ગયો અને મુહમ્મદશાહે પુનઃ સત્તા ધારણ કરી એટલે સ્થાનિક ટંકશાળમાં એના સિક્કા પડાવા શરૂ થયા અને નાદિરશાહના નામના સોના-રૂપાના સિક્કા (જેઓની સંખ્યા મેટી હોવાનો સંભવ નથી) ગાળી નાખવામાં આવ્યા. ૩૧
- તત્કાલીન ગુજરાતની ટંકશાળ અને નાણાવટને લગતી કેટલીક રસપ્રદ અને પ્રકીર્ણ, પણ ઐતિહાસિક, વિગતો અહીં નોંધવી ઉચિત થશે.
ઔરંગઝેબના રાજ્યકાળ દરમ્યાન સને ૧૬૯૨ આસપાસ અમદાવાદમાં રૂપિયાના ચલણ માટે મુશ્કેલી ઊભી થઈ હતી, કેમકે ચલણમાં હતા તે સિક્કા ખૂબ ઘસાઈ ગયા હતા અને શરાફેએ કાયદેસર કરતાં ઓછા વજનના સિક્કા માટેના વટાવના દર ખૂબ વધારી દીધા હતા. ટંકશાળના અમલદારોએ શાહી હુકમ વિના આ બાબતમાં કંઈ કરવાની અશક્તિ બતાવી. છેવટે ગુજરાતના દીવાન ઉપર દિલ્હીથી હુકમ આવ્યો કે ઠરેલા વજન કરતાં ત્રણ રતીથી ઓછા ન. હોય તેવા રૂપિયા સ્વીકારવા માટેની લિખિત બાંયધરી શરાફ પાસેથી એણે લેવી અને એ કરતાં વધુ ઘસાયેલા રૂપિયા ગાળીને નવેસરથી ચલણમાં મૂકવા માટે ટંકશાળને મોકલવા. અમદાવાદની ટંકશાળના દરેગા તરફથી મળેલી ફરિયાદને આધારે ઈ.સ. ૧૬૯૭ માં દીવાન ઉપર હુકમ આવ્યો હતો કે ટંકશાળ સિવાય બીજે કઈ સ્થળે સોનાચાંદીના સિક્કા ગાળનાર સામે પગલાં લેવાં ૩૨ વળી ઔરંગઝેબના સમયમાં એક વાર તાંબાના સિક્કાની તાણ પડવાથી અમદાવાદના શરાફેએ લેઢાના સિક્કા પાડી ચલાવ્યા હતા, એટલે સૂબેદારે દેશાવરથી તાંબુ ખરીદી તાંબાના નવા સિક્કા પડાવ્યા હતા.૩૩ ઇ–૧-૧૮