Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
મું]
સામાજિક સ્થિતિ
[૨૪૭
ઉપર રંગ છાંટવાના બનાવમાંથી અમદાવાદમાં હિંદુ-મુરિલમનું તોફાન થયું હતું અને એમાં જાનમાલની ઘણી ખુવારી થઈ હતી. બંને પક્ષના આગેવાન પાદશાહ ફર્ખશિયર પાસે દિલ્હી ગયા હતા અને છેવટે એમાં સમાધાન થયું હતું. ઈ.સ. ૧૭૧૬ માં મહારાજા અજિતસિંહની સૂબેદારી દરમ્યાન કાળુપુરના સુની વહેરાઓ ઈદના દિવસે ગાયની કુરબાની કરવાને પ્રયત્ન કરતા હતા એમાથી પણ અમદાવાદમાં એક તોફાન થયું હતું.”
પ્રાચીન કાલથી ભારતના સામાજિક જીવનમાં શ્રેણિઓનું અર્થાત વ્યવસાયીઓનાં મહાજનનું વિશિષ્ટ મહત્ત્વ હતું અને ગુજરાતમાં તે એ ઠેઠ અર્વાચીન સમય સુધી ચાલુ રહેલું છે. સમસ્ત મહાજનના અને નાગરિકોના અગ્રણી તે નગરશેઠ. ગુજરાતમાં પ્રત્યેક મહત્ત્વના નગરના નગરશેઠ હેાય છે. શાંતિના સમયમાં એમની કામગીરી ઔપચારિક હતી, તે અશાંતિના સમયમાં એમનું સ્થાન અને કામ અનેક રીતે મહત્ત્વનું બની જતું. એનું એક નોંધપાત્ર ઉદાહરણ ગુજરાતના આ સત્યના ઈતિહાસમાંથી મળે છે. સુપ્રસિદ્ધ શાંતિદાસ ઝવેરીના પૈત્ર ખુશાલચંદ ૧૮ મા સૈકાની પહેલી પચીસીમાં અમદાવાદના નગરશેઠ હતા. સને ૧૭૫ માં મરાઠાના આક્રમણમાંથી અમદાવાદને લૂંટાતું બચાવવા માટે ખુશાલચંદે જાનનું જોખમ વેઠીને તથા પિતાની અંગત મિલકતમાંથી મોટી રકમ આપીને આક્રમણકારોને પાછા કાઢ્યા હતા. આ કામગીરીની કદર તરીકે અમદાવાદના તમામ મહાજનેએ સં. ૧૭૮૧ની આસો સુદ ૧૩ (તા. ૮ ઓકટોબર, ૧૭૨૫)ના રોજ અમદાવાદમાં આવતા અને અમદાવાદની બહાર જતા બધા ભાલ ઉપર સેંકડે ચાર આનાને લાગે ખુશાલચંદ અને એમના વંશવારસાને કાયમને માટે આપવાને દસ્તાવેજ કરી આપ્યો હતો. જુદાં જુદાં મહાજનના હિંદુ-મુસ્લિમ પ્રતિનિધિઓ મળી કુલ ૫૩ આસામીઓની સહી–સાક્ષી આ દસ્તાવેજમાં છે તથા વલંદા અંગ્રેજ અને ફ્રેન્ચ વેપારીઓને પણ આ વિશે અનુમતિ હેવાની એમાં નોંધ છે. મધ્યકાલીન ગુજરાતના ઇતિહાસમાં અજોડ સામાજિક મહત્વને આ એક દસ્તાવેજ છે. તત્કાલીન વ્યવહારુ ગુજરાતી ગદ્યમાં લખાયેલા એ દસ્તાવેજમાંથી એક ખંડક અ ટાંકવો પ્રસ્તુત થશે:
.....વગેરે મહાજન સમસ્ત શહેર અમદાવાદના મલિને રાજી થઈને રાજીનામ્ કરિ આપૂ છે જે નબાપ હેમદખાનાના અમલ મધ્યે ગનીમનિ ફેજે શહેર લૂટવાને કાજે આવી હતિ તે સમાં મધ્યે શેઠજી ખુસાલચંદજી લક્ષ્મીચંદજીએ પઇસા પિતાના ઘરથિ ખરચ કારને પિતાના જીવ સુધિ આધરીને અમને તથા શહેરને લૂટાટુ રહ્યું છે તે વારતી માહજન સમસ્ત મલિને રાજી થઈને લખિ આપૂ