Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૨૬૬]
મુઘલ કાલ
[5.
હતું અને આ કામ કરનાર કુશળ કારીગરો હતા.૫ ગમે તેટલા વજનના વહાણના પૂરા જોખમના દરિયાઈ વીમા ઉતારનાર પેઢીએ સુરતમાં હતી અને ભરેલાં વહાણોના બારોબાર સોદા ઉતારનાર પ્રતિષ્ઠિત દલાલ પણ હતા. શિવાજીએ સુરત લૂટયું, કેમકે સુરત મુઘલ સામ્રાજ્યનું અતિશય ધનિક અને પ્રતિષ્ઠિત નગર હતું. એ મહારાષ્ટ્રથી ખૂબ નજીક હતું અને સુરત ઉપરનું આક્રમણ એ મુઘલ સામ્રાજ્યના આર્થિક દુર્ગ ઉપર સફળ આક્રમણ બરાબર હતું.
આપણા અભ્યાસપાત્ર કાલખંડમાં ગુજરાતની મુખ્ય ભૂમિ ઉપર ભરૂચ બંદર પૂર્વકાલીન ગૌરવની સ્મૃતિ જાળવી રાખી ભાગ્યે ભાગ્યું તોયે ભરૂચ” એ કહેવતને સાર્થક ઠરાવતું હતું. ભરૂચથી તેમજ સૌરાષ્ટ્રમાં વેરાવળ અને માંગરોળ બંદરોએથી પરદેશે સાથે સારો વેપાર ચાલતો હતો અને એ બંદરો કેવળ ખંભાત અને સુરતથી દુધ્યમ કક્ષાનાં હતાં. સુરતની ક્રમશઃ ચડતી થતી ગઈ તેમ ખંભાતનો વેપાર અને દેશી-વિદેશી વેપારીઓ સુરત તરફ વળ્યા. પાટણના સુપ્રસિદ્ધ પટોળાં વણનાર સાળવીઓનું સ્થળાંતર આ વિષયમાં એક લાક્ષણિક ઉદાહરણરૂપ છે. એ કુશળ કારીગરો પાટણથી અમદાવાદ આવ્યા ( એના પુરાવારૂપે અમદાવાદમાં સરસપુર અને જમાલપુરમાં સાળવીવાડ છે; જોકે ત્યાં સાળવીઓ પિતાને “પટેલ” તરીકે ઓળખાવે છે, ત્યાંથી ખંભાત ગયા, ખંભાતથી અવનતિ થતાં સુરત ગયા, અને ત્યાંથી દખણમાં જલના વગેરે સ્થળાએ ગયા.
અમદાવાદ રાજધાની હોવા ઉપરાંત વેપારનું મોટું મથક હતું. ‘ત્રણ તાર” સૂતર તેમ રેશમ અને કસબ માટે એ વિખ્યાત હતું, જે પૈકી સૂતર અને સુતરાઉ કાપડને ઉદ્યોગ ત્યાં આજ સુધી વિકસતો રહ્યો છે. અમદાવાદનું કાપડ ખંભાત અને સુરત દ્વારા પરદેશ જતું અને જમીન માર્ગે ઉત્તર ભારત જતું. અમદાવાદની સમૃદ્ધિનું ટૂંકું પણ વિગત-ભરપૂર વર્ણન અબુલ ફઝલે આઈને અકબરી'માં કર્યું છે. સત્તરમા-અઢારમા સૈકામાં રચાયેલા જૈન ગુર્જર સાહિત્યમાં અમદાવાદ, ખંભાત સુરત પાટણ પાલણપુર આદિ નગરોનાં પ્રસંગોપાત્ત જે વર્ણન છે તેમાં કાવ્યમય અયુક્તિ હોય તો પણ પર્યાપ્ત વસ્તુલક્ષિતા છે એમ સમકાલીન અન્ય ઐતિહાસિક સાધને સાથે એની તુલના કરતાં જણાય છે.”
મહાજને અને કારીગરે દ્વારા ચાલતા “ત્રણ તાર’ના ઉદ્યોગ ઉપરાંત ઊંચી જાતનાં સુતરાઉ કાપડ કિનખાબ જરિયાન અને મખમલ તૈયાર કરવા માટેનાં શાહી કારખાનાં અમદાવાદમાં હતાં અને એમાં બનતો લાખો રૂપિયાનો ભાલ શાહી દરબારમાં જતો તેમ બજારમાં પણ વેચાતો.૮