Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૨૫૨]
મુઘલ કાલ
ઝ.
લીધે ભારે ખરાબી થઈ હતી. સને ૧૬૯૬-૯૭ માં એવો દુકાળ હતો, કે મિરાતે અહમદી'ના કથન મુજબ, પાટણથી જોધપુર સુધી પાણી કે ઘાસ મળે એમ નહોતું. આમ સને ૧૬૮૫થી ૧૬૯૭ સુધીનાં બારેક વર્ષોમાં અર્ધા તે દુષ્કાળ કે કુદરતી આપત્તિનાં હતાં. ૨૭ સં. ૧૭૭૪ (ઈ.સ. ૧૭૧૮)ને દુષ્કાળ “ચુતરો કાળ” તરીકે ઓળખાય છે. એ સમયની મોંઘવારીમાં બાજરી રૂપિયાની ચાર સેર વેચાતી, અને એ ભાવે પણ જોઈતા પ્રમાણમાં મળતી નહતી. અમદાવાદમાં આવતું બધું અનાજ સૂબેદાર હૈદર કુલીખાનના હુકમથી દીવાન રઘુનાથદાસને ઘેર લઈ જવાતું અને ત્યાંથી અમુક નિયંત્રણ અનુસાર વેચાતું. “મિરાતે અહમદી'માં લખ્યું છે કે લેાકો એકબે રૂપિયામાં પોતાનાં બાળકો પણ વેચી નાખતા હતા. ૨૮ આવો જ દુષ્કાળ ઈ.સ. ૧૭૩૨ માં પડ્યો હતો અને એ જ વર્ષે અમદાવાદમાં ઑગ ફાટી નીકળ્યો હતો, આમ છતાં આસપાસનાં પરાં અને ગામડાંમાંથી ભૂખમરાને કારણે લેકે મોટી સંખ્યામાં અમદાવાદમાં આવતા હતા. ૨૯ વિ.સં. ૧૮૦૩ (ઈ.સ. ૧૭૪૯) માં પાછો માટે દુષ્કાળ પડવો, જે જગશ્રુતિમાં ‘તરત’ તરીકે ઓળખાય છે. એને પરિણામે ઊભું થયેલું સંકટ પણ અશ્રુતપૂર્વ હતું. અમદાવાદના હાકેમ જવાંમર્દખાને નાગરિકોને એકત્ર કરીને બંદગી કરી, પણ વરસાદ આવ્યો નહિ. ગામડાંના લોકો અનાજના અભાવે ઘાસનાં મૂળિયાં ખાતા તેથી અપર્યાપ્ત પિષણ અને રોગચાળાને કારણે ભરણ-પ્રમાણ વધી ગયું. ઘાસના અભાવે દ્રાર પણ નાશ પામ્યાં. માણસનું માંસ ખાવાનું સાધારણ બની ગયું. તળાવ અને કૂવા સુકાઈ ગયાં. ખાસ કરીને પાટણવાડામાં પાણીની અછત ઘણી આકરી હતી. એને કારણે મોટી સંખ્યામાં લોકો માળવા તરફ ચાલ્યા ગયા હતા અને ગામનાં ગામ ઉજજડ બની ગયાં હતાં. પછીના માસામાં વરસાદ પડ્યા પછી જ આ સંકટ હળવું થયું હતું.”
(૨) મુસ્લિમ સમાજ
(અ) સમાજ
ગુજરાતમાં જે પર જેટલા મુઘલ સૂબેદારો આવ્યા તેઓમાંના મોટા ભાગના તો બાદશાહના નિકટના સ્નેહીઓ શાહજાદાઓ તથા સરદાર હતા. તેઓ પોતાની સાથે મુઘલ દરબારના દબદબાને લઈને ગુજરાતમાં આવતા અને લઘુ મુઘલ દરબાર જેવું વાતાવરણ ગુજરાતમાં પ્રવર્તાવતા. મબલખ આવકને કારણે મુક્લ સામ્રાજ્યમાં ગુજરાતની સૂબેદારી અત્યંત મહત્વનું સ્થાન ધરાવતી હતી. અલબત્ત, ગુજરાતના મુસલમાનોની પોતાની આગવી સામાજિક વ્યવસ્થા હતી, પરંતુ આ