Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
મું] સામાજિક સ્થિતિ
૨૪૯ અકબરના દૂધભાઈ ખાન અઝીઝ કોકાએ પાટણના પાદરમાં બધેલું ખાનસરોવર–જે આજે પણ લગભગ અખંડ મોજૂદ છે—અણહિલવાડમાં સિદ્ધરાજે બાંધેલા સહસ્ત્રલિંગ સરોવરના સ્થાપત્યકીય નમૂના અનુસાર હતું એમ સહસ્ત્રલિંગને જે અંશ ઉખનન પામે છે એની સાથે તુલના કરતાં જણાય છે. પ્રાચીન અણહિલવાડના સામાજિક જીવનમાં સહસ્ત્રલિંગ સરોવરનું જે સ્થાન હતું. લગભગ તેવું સ્થાન મુસ્લિમકાલીન પાટણના જીવનમાં ખાનસરોવરનું હતું અને આજે પણ પાટણનું એ પ્રધાન જળાશય છે.
ઈ.સ. ૧૬૯૯ માં પેટલાદમાં પાંડવ તળાવ પાસે શિકોતરી માતાની વાવ નાગર બ્રાહ્મણ રામજીએ બંધાવી હતી એ હકીકત નેંધતો ત્રિભાષી શિલાલેખ ત્યાં છે. પ્રારંભમાં થોડો ભાગ ફારસીમાં, ત્યાર પછી સંસ્કૃતમાં અને છેલ્લે થોડીક પંક્તિઓ ગુજરાતીમાં છે. સંસ્કૃત લેખ અનુસાર આ વાવનું બાંધકામ વિ.સં. ૧૭૫૫ ના આસો વદ ૧૩-ધનતેરશના દિવસે (તા. ૧૦ ઓકટોબર, ઈ.સ. ૧૬૯૯ ને રોજ) પૂરું થયું હતું. વળી એ લેખ નોંધે છે કે “પેટપદ્રમાં નાગર બ્રાહ્મણોનાં ઘણાં ઘર છે અને એમાંના ભીમસુત રામજીએ નાગરિકોના લાભાર્થે આ વાવ કરાવી છે. ગુજરાતી લેખ આ જ વિગતો આપવા ઉપરાંત સ્થાનિક અધિકારીઓનાં નામ આપે છે તથા વાવ બાંધનાર સ્થપતિને, શિલાલેખ લખનારને તથા એ છેતરનાર સલાટને ઉલ્લેખ કરે છે.
પાટણના પટોળાં વણનાર સાળવીઓની જ્ઞાતિની વાડીના ઢલ કૂવા' નામે ઓળખાતા કૂવા ઉપરનો સં. ૧૭૫૭(ઈ.સ. ૧૭૦૩) નો શિલાલેખ પણ સામાજિક અભ્યાસની દષ્ટિએ મહત્ત્વનું છે. વસ્તુત: એ કૂવા ઉપર બે શિલાલેખ છે– ઈ.સ. ૧૪૧૯ નો ફારસી લેખ અને ઈ.સ. ૧૭૦૧ ને પ્રસ્તુત ગુજરાતી લેખ ૧૮ ફારસી લેખ અનુસાર નહાવાલા(અણહિલવાડ)ના કોટવાલ અબ્દુલ્લા-ઉસ-સુલ્તાનીએ એ કુવો બંધાવ્યો હત; અર્થાત એ કે રાજ્યની માલિકીને હ. ઈ.સ. ૧૭૦૧ ના ગુજરાતી લેખમાં એને “સમસ્ત સાલવીને કૃઓ કહેવામાં આવ્યો છે. સ્પષ્ટ છે કે એ વર્ષમાં જૂના કૂવાને “ઓરંગજેબ મહાબલી કલ્યાણવિજયરાજ્ય ' જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હશે. એના ખર્ચને અમુક ભાગ સંઘવી રિખવ નાનજીએ આપ્યો અને બાકીનો ભાગ સમસ્ત નાતે આ એની નોંધ ગુજરાતી લેખમાં છે, એટલે દેખીતું છે કે રાજ્યની માલિકીને કૂવો વચ્ચેના સમયમાં ક્યારેક સાળવી જ્ઞાતિના કબજામાં આવી ગયો હતો. સાળવીમાં એવી કિંવદંતી છે કે મુઘલ સૂબા તરફથી પટોળાને મશરૂ જોવા માટે એમની જ્ઞાતિને એ ભેટ આપવામાં આવ્યો હતો. પટોળાંની અસાધારણ કારીગરીથી પ્રસન્ન થઈ