Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૫ મું] સમકાલીન રાજ્ય
[ ૧૫૯ જોધપુરના મહારાજા અભયસિંહે ગુજરાતની પોતાની સૂબેદારી પોતાના પ્રતિનિધિ રતનસિંહ ભંડારીને સોપેલી હતી. પણ એને કારભાર પ્રજાને ફાવતો નહતો. મીરઝા જાફરને આવાં કારણોએ ભંડારી સાથે મેળ નહોતો રહ્યો, બંને વચ્ચે ખટરાગમાં બીજાં પણ કારણ વિકસ્યાં હતાં. આમ વૈમનસ્ય ઈ.સ. ૧૭૩૭ સુધી ચાલ્યું. આ વર્ષમાં દિલ્હીમાં અભયસિંહ રાઠોડ અપ્રિય થતો ચાલ્યો એ કારણે એની સૂબેદારી ગઈ આનો લાભ મીરઝા જાફરને મળ્યો અને એની નજમુદ્દૌલા મોમીનખાન બહાદુર ફિરોઝજગ”ના ખિતાબ સાથે ગુજરાતના સૂબેદાર તરીકે નિમણૂક થઈ, તેથી પછી રતનસિંહ ભંડારીને અમદાવાદમાંથી દૂર કરવાની કામગીરીમાં મીરઝાને સમય આપવો પડયો. ખંભાતથી એ પિતાના લશ્કર સાથે કાંકરિયાની પાળે પડાવ નાખી યુદ્ધની તૈયારીમાં પડયો, ત્યાં તે બાદશાહ તરફથી નવું ફરમાન આવ્યું અને અભયસિંહ રાઠોડને સૂબેદાર તરીકે ચાલુ રાખી રતનસિં હ ભંડારીને સ્થાને અભયકરણ પઠાવતને કામચલાઉ પ્રતિનિધિ નીમવામાં આવ્યો. આ અરસામાં મીરઝા જાફરને સુરત અને જૂનાગઢથી પણ મદદ મળી. દામાજી ગાયકવાડ પણ એને આવી મળ્યો. ભંડારીએ હજી અમદાવાદ છોડયુ નહોતું. એણે દામાજીને જણાવ્યું કે મીરઝા જાફરનો પક્ષ છોડે તે ખંભાત અને અમદાવાદ સહિત ગુજરાતને અડધો ભાગ આપું. આ વાત દામાજીએ મીરઝા જાફરને કહેતાં જાફરે અમદાવાદ હવેલી પરગણાનાં કેટલાંક ગામ અને વિરમગામ પરગણું આપવાનાં કહી દામાજીના મનનું સમાધાન કર્યું. અંતે ભંડારી અમદાવાદ છોડી ચાલ્યો ગયો. મીરઝા જાફરે અમદાવાદમાં વિજયપ્રવેશ કર્યો. આ સમાચારથી બાદશાહ તરફથી એના મનસબમાં વધારો કરવામાં આવ્યો. મીરઝાએ અમદાવાદને અડધે ભાગ મરાઠાઓને આપેલ તેથી અથડામણો થયા કરતી હતી, પણ એની હેશિયારીથી એ એમાંથી પાર ઊતરી આવતો હતો, આથી પ્રસન્ન થઈ બાદશાહે એની મનસબદારીમાં બીજો પણ સારો વધારો કરી આપ્યો હતો. આ પછી એની તબિયત બગડી અને એનું ઈ.સ ૧૭૪૩ માં અવસાન થયું. સત્તા માટેની સાઠમારી
મીરઝા જાફરના અવસાને એની બેગમને શંકા પડી કે મીરઝા જાફરને પિતરાઈ ફિદાઉદ્દીનખાન અને મુતખીરખાન ખંભાતની જાગીર પડાવી લેશે. એ માટે એણે રંગાજીનું રક્ષણ માગ્યું. બીજી બાજુથી એ બે હાકેમને ગુજરાતની સૂબાગીરી કામચલાઉ સંભાળી લેવાને બાદશાહી હુકમ આવ્યો, અને એ બેઉએ અમદાવાદને હવાલે લીધો. રંગેજી એ બેઉનું કાસળ કાઢી નાખવા માગતો હતો, પણ એમાં એ સફળ ન થયો. દરમ્યાન ફિદાઉદ્દીનખાનને ખંભાત જવું પડયું,