Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
રા...]
મુઘલ કાલ
સરકાર અને પરગણુનાં મુખ્ય મથકોએ પણ કેદખાનાં હતાં. સાર્વજનિક કેદખાનને “બંદીખાનાં ' કહેવામાં આવતાં.
કેદખાનાને વહીવટ કાર્યક્ષમ ચાલે અને ગુનેગારોને સારી રીતે રખાય એ જોવા બાદશાહે પોતે કેદખાનાંઓની મુલાકાતે જતા. પ્રાંત અને જિલ્લાનાં કેદખાનાંઓમાં પણ સૂબાઓ અને કાઝીઓને નિરીક્ષણ માટે નિયમિત જવાનું ફરજના ભાગરૂપે નકકી કરાયું હતું. તેઓ પણ કેદીઓની રહેણીકરણી તથા એમને જે સ્થિતિમાં રાખવામાં આવતા તે જોતા અને જે કંઈ નિર્દોષ જણાય અને એને છોડી મૂકવા જેવો લાગે તો એને છોડી દેવા ફરમાવતા. ચેરી ખૂન લુંટ છેતરપીંડી જેવા ગુના વારંવાર કરનાર શકમંદ વ્યક્તિઓને જાહેર સલામતી ખાતર કેદ કરવામાં આવતી.ર૭ પોલીસ-પદ્ધતિ
અકબરના અનુગામીઓના સમયમાં સરકારની પિલીસ ખાતાની જવાબદારી અને સત્તા ફેજદાર અને કેટવાળ વચ્ચે વહેંચવામાં આવેલી. ફોજદારને ગ્રામવિસ્તાર અને કોટવાળને મુખ્ય નગર અને એની પરાઓને વિસ્તાર સેંપવામાં આવેલ. ૨૮ પરગણામાં એ બે અધિકારીઓની મદદમાં શિકદાર અને આમિલ રહેતા. જ્યાં જરૂર હોય ત્યાં પરગણાને અમુક ગામનું એકમ બનાવી થાણદારની હકુમત નીચે મૂકવામાં આવતું.૨૯ શિક્ષણ અને ધર્મ
'શિક્ષણ પણ ધાર્મિક અને ન્યાયખાતા સાથે જોડાયેલું હતું. એ કાઝી અને હિંદુ પંડિલો જેવા ધર્મનેતાઓને હસ્તક હતું. ધાર્મિક શાળાઓ સામાન્ય રીતે મરિજદમાં કે મંદિરમાં અથવા કાઝીના કે પંડિતેના નિવાસસ્થાને ચાલતી.
અકબરના સમયમાં રાજ્યનું ધર્મખાતું લાયક સંસ્થાઓ અને વ્યકિતઓને રાજ્ય તરફથી આપવામાં આવતાં દાન ધમૌદા સુમૂર્ધલ વગેરેની વ્યવસ્થા કરતું, હરીફ દાવેદારો વચ્ચે સુમૂર્ધલ જેવા ઝઘડાઓને નિકાલ કરવાની સત્તા એ ખાતાના વડા પાસે હતી. પ્રોપવેગી કર્યો | મુઘલ સરકાર તરફથી જે પ્રજોપયોગી કાર્યો અને બીજી સામાન્ય કલ્યાણની
જનાઓ હાથ ધરવામાં આવતાં તે મુખ્યત્વે કેદ્રીય સરકાર તરફથી થતાં અને અને ખર્ચ પણ એ સરકાર ભગવતી. એમ છતાં એમાંનાં કેટલાંક કાર્ય સ્થાનિક સત્તાવાળાઓ તરફથી થતાં અને ખર્ચને અમુક ભાગ તેઓ આપતા.