Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
ર૩૪]
મુઘલ કાલ
હેવાની નેંધ નથી. આશરે ઈ.સ. ૧૮૨૫ માં જૂનાગઢના નવાબના સિક્કા પડાવા શરૂ થયા ત્યાં સુધી મુઘલ બાદશાહના નામના સિક્કા પડયા તો હોવા જોઈએ, પણ એમને એક પણ નમૂનો હાથ લાગ્યો નથી.
૭. પ્રભાસ પાટણ સૌરાષ્ટ્રના વિખ્યાત તીર્થધામ પ્રભાસમાં શાહજહાંના સમયમાં ટંકશાળ હેવાનું ત્યાંથી બહાર પડેલા સિક્કાઓ પરથી જણાય છે. સિક્કાઓ પર ટકશાળનામ “પત્તન (પટ્ટણ) દેવ૩૬ ( દેવ પટ્ટણ) અંકિત થયું છે.
શાહજહાં સિવાય બીજા કોઈ મુઘલ બાદશાહને સિકકો અહીંથી બહાર પડેલ મળ્યું નથી અને ખુદ શાહજહાંના બધા ઉપલબ્ધ સિક્કા પણ એના રાજ્યકાલના વર્ષ ૧૦–હિ.સ. ૧૯૪૭માં જ ટંકાયા હતા.
આ ટંકશાળમાં સોના અને ચાંદીના સિક્કા ટંકાયા હતા. સેનાનો એક સિક્કો મળ્યો છે, જે ખાનગી સંગ્રહમાં હોવાનું કહેવાય છે. એ પ્રકાશિત થયો ન હોવાથી એની ભાત તેમ લખાણ વિશે કંઈ કહી શકાય એ નથી, પણ ત્યાંથી બહાર પહેલા રૂપિયા-ચાંદીના સિક્કા જેવી ભાતને હશે એવો તર્ક અસ્થાને નથી. અહીંના ચાંદીના સિકકા પણ ચાર પાંચથી વધુ મળ્યા નથી, એટલે એ દુર્લભ ગણાય. તાંબાને એક પણ સિક્કો મળ્યો નથી.
ચાંદીના સિક્કા શાહજહાંની અતિસાધારણ ચોરસક્ષેત્ર અને હાંસિયાવાળી ભાતના સિક્કા જેવા છે. એનું લખાણ અને એની ગોઠવણ અમદાવાદ ટકશાળના આવા સિક્કાઓ જેવાં છે.
૮ જામનગર માત્ર બાદશાહ ઔરંગઝેબના અત્યાર સુધી નોંધાયેલા ચાંદીના બે સિક્કાઓ૩૭ પરથી એના સમયમાં જામનગર(એ સમયે નવાનગર)માં ટંકશાળ હતી એમ જાણવા મળે છે. આ સિક્કાઓ પર ટંકશાળનામ “હરલામનગર અંકિત થયું છે. “ઇલામનગર' એટલે સૌરાષ્ટ્રના હાલાર પ્રાંતમાં આવેલું નવાનગર (જામનગર) એ સાબિત થયું છે. ૩૮
આ ટુંકશાળને ચાંદીના આ બે નમૂનાઓ સિવાય બીજો કોઈ સિકકો મળ્યો નથી, એટલે આ સિક્કા પણ અતિદુર્લભ ગણાય. પ્રભાસપાટણવાળી ટંકશાળની જેમ અહીંની ટ ઠશાળ પણ વધુ સમય માટે કાર્યશીલ નહિ રહી હેય. આમ પણ ઔરંગઝેબના મૃત્યુ પછી નવાનગર રાજ્ય જામને પાછું મેંપવામાં આવ્યું હતું.