Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
પરિશિષ્ટ]
ગુજરાતની ટંકશાળમાં પડાયેલા સિકકા
[૨૩૫.
૯. જેતપુર સૌરાષ્ટ્રમાં ભાદરના દક્ષિણ કાંઠે ઢસા-જેતલસર તેમજ રાજકોટ-જેતલસર, લાઈન પર આવેલા નવાગઢની પૂર્વે નજીકમાંના એક વખતના જેતપુર રજવાડાના મુખ્ય મથક જેતપુરમાં પણ મુઘલ ટંકશાળ હોવાનું આ નામ ધરાવતા અહમદશાહના એક સિક્કા પરથી માલૂમ પડે છે. આ સિક્કાની તેમજ નવી ટંકશાળની પ્રથમ માહિતી પણ ખ્વાજા મુહમ્મદ અહમદ સાહેબ દ્વારા મળી ફસલી વર્ષ ૧૩૩૯ (ઈ.સ. ૧૯૨૯-૩૦) માં હૈદરાબાદના સ્ટેટ મ્યુઝિયમમાં આવેલા સિક્કાએમાં એક સિકકો પર ખાજા સાહેબે જેતપુર ટંકશાળ નામ વાંચી એ ઉપયુક્ત જેતપુર એમ સૂચવ્યું.૩૯
એ પછી શ્રી સિંઘલે એમની મુઘલ ટંકશાળ–શહેર સૂચિમાં સૌરાષ્ટ્રમાં જેતપુર નામનું એક નહિ, પણ ચાર રજવાડાં હતાં અને આ ચારે રજવાડાંઓને અસ્તિત્વમાં આવ્યાને બહુ સમય થયો ન હોવાથી એમાંના એક પણ જેતપુરમાં મુઘલ ટંકશાળ હોય એમ બને નહિ એવું મંતવ્ય રજૂ કર્યું. સાથે સાથે “જેતપૂર’ શબ્દ પર સિકકામાં ‘તલ્દીદ—માત્રા હોઈ ટંકશાળ નામ “નેતપુર નહિ, પણ “જયતપૂર' અને એ એમના મતે હાલ એ મહારાષ્ટ્રના રત્નાગિરિ જિલ્લામાં રાજાપુર ગામ પાસે આવેલું “જસ્તપુર” (એ જ લેખમાં બીજી જગ્યાએ જોડણી “જયપુર” છે) એમ એમણે જણાવ્યું. પિતાના આ કથનની પૂર્તિ માં એમણે એ હકીકત પણ રજૂ કરી કે “જયતપુર’ થી ચાર માઈલ દૂર આવેલા રાજપુર(ઇસ્લામ બંદર)ની ટંકશાળમાં ઔરંગઝેબ અને મુહમ્મદશાહના સિક્કા બહાર પડ્યા હતા એટલે અહમદશાહે પણ પિતા અને પ્રપિતામહની જેમ “જયતપુર ખાતે સિક્કા પડાવ્યા હોય એ વધુ બનવાજોગ છે.”
શ્રી. સિંઘલના આ વિધાન સાથે મળતા થવું મુશ્કેલ છે. પહેલાં તો છપાયેલી પ્લેટ પરથી ટંકશાળનું નામ “જેતપૂર નહિ, પણ જેતપર કે “જેતપુર” છે, જ્યારે ખ્વાજા સાહેબ અને શ્રી સિંઘલ બંનેએ “જેતપૂર” વાંચ્યું છે. બીજું શ્રી સિંઘલે જણાવેલ “તદ્દીદી જેવું ચિહ્ન છે ખરું, પણ એ “તશદીદ” નહિ, પણ એક સુશોભન રૂપાંકન પણ હોઈ શકે. એમ ન હોય તે પણ એમના જ કહેવા પ્રમાણે જે તદીદવાળા નામના ખરા પાઠવાળું જયતપૂર (જે આજતિપૂર' પણ વાંચી શકાય) એમણે સૂચવેલા રાજપુરવાળું જયતપૂર કે જયપૂર હોય તો પછી જેતપુર કેમ ન હોઈ શકે ? બીજુ અહમદશાહના પિતાની ટંકશાળ માત્ર એક કિલોમીટર પાસે આવેલા રાજપુર ખાતે હતી, તે પછી પુત્રના સમયમાં ત્યાંથી જયપૂર લાવવાનું પ્રયોજન સમજી શકાય એમ નથી.