Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
પરિશિષ્ટ) ગુજરાતની ટંકશાળમાં પડાયેલા સિક્કા [૨૨૫ પછી બહાર પડેલે અહીંને કઈ સિક્કો મળ્યો નથી, એટલે એ વર્ષમાં એ ટંકશાળ બંધ કરવામાં આવી હશે.
માલપુરના ત્રણે ધાતુઓમાં સિકકા મળ્યા છે. સેના અને ચાંદીમાં એક એક અને તાંબામાં ચાર-છ સિક્કા નોંધાયા છે એ જોતાં અહીંના સિક્કા દુર્લભ ગણાય. સેનાના સિક્કા પર અમદાવાદની જેમ માલપુરને સાહસ્લિા (ખિલાફતની રાજધાની)ના માનસૂચક ઉપનામથી બિરદાવવામાં આવ્યું છે એ એક રીતે માલપુરની રાજકીય અગત્યનું દ્યોતક છે. ૧૫ અહીંને સેનાનો જે સિક્કો પ્રકાશિત થયો છે તે આકારમાં ગેળ, ૧૬૮ ગ્રેન વજનને અને હિ.સ. ૯૮૪માં ટંકાયેલો હતો તેમજ લખાણ વગેરેમાં એ જ વર્ષમાં અમદાવાદમાં ઢંકાયેલા સિક્કા જેવો છે. ૧૬
માલપુરને ચાંદીના સિક્કો માત્ર લંડનના બ્રિટિશ મ્યુઝિયમમાં છે, સેનાના સિક્કાની ભાતને હેવાનું કહેવાય છે, પણ એમાં વર્ષ-સંખ્યા પાલ્લી બાજુ પર આપવામાં આવેલી છે. ૧૭
માલપુરના તાંબાના સિક્કા લખાણમાં અકબરના અમદાવાદના તાંબાના સાદા ક્ષેત્રવાળી એક ભાત જેવા છે, પણ લખાણની ગોઠવણ સહેજ જુદી છે. આગલી બાજુ પર પાંચ પંક્તિમાં સિક્કાનું અને ટંકશાળનું નામ સિવ મે પુરૂ ગર્વે માપુર અને બીજી બાજુ ત્રણ પંક્તિમાં હિજરી વર્ષ શબ્દ અને સંખ્યામાં આપવામાં આવ્યું છે. આ સિક્કાઓ પર ટંકશાળ-ચિહ્ન પણ છે. તાંબાના સિકકા હિ.સ. ૯૮૪ અને ૮૮૫ માં ઢંકાયા હતા.
૪. સુસ્ત
સુરત ખાતે સલ્તનત સમયમાં ટંકશાળ હોય એમ લાગતું નથી. મુઘલ સમયમાં અકબરે અહીં ટંકશાળ સ્થાપી હતી. સુરતે ટંકશાળ તરીકે અગત્યનું સ્થાન તે જહાંગીરના સમયમાં ધારણ કર્યું. શાહજહાંના સમયથી તે એ ગુજરાતની પ્રધાન ટંકશાળ બની ગઈ હતી એમ કહી શકાય.
સમગ્ર રીતે જોઈએ તે પણ સુરતના સોના અને ચાંદીના સિક્કા અમદાવાદ સુધ્ધાં ગુજરાતની બીજી કોઈ એક ટંકશાળના સિક્કાઓ કરતાં સંખ્યામાં વધારે છે.
અકબરના સુરતના સિક્કા અતિદુર્લભ છે. અત્યાર સુધી માત્ર ચાંદીના બે . સિક્કા સેંધાયા હોવાની માહિતી છે. આમાંના લાહેરના પંજાબ મ્યુઝિયમવાળા
ઈ-૬-૧૫