Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
ર૩૦]
મુઘલ કાલ
પ્રિ. કહું, લાગતું નથી. મુઘલ બાદશાહના સમયમાં પણ ત્યાં ક્યારે ટંકશાળ સ્થપાઈ એ નિશ્ચિત કરવું મુશ્કેલ છે. અકબર કે જહાંગીરને આ રંકશાળને કઈ સિક્કો મળ્યું નથી. જહાંગીરે એના રાજ્યકાલના ૧૨ મા વર્ષ(હિ.સ. ૧૦૨૭)માં ખંભાતની મુલાકાત લીધી ત્યારે એણે ખંભાતની ટંકશાળમાંથી વિશેષ વજનના ચાંદી અને તાંબાના સિકક પડાવેલા એમ એણે પોતાની રોજનીશીમાં જણાવ્યું છે, એટલું જ નહિ, પણ એ સિક્કાઓનાં વજન લખાણ વગેરે બાબતોની વિગત પણ આપી છે, પણ આમાંને એક પણ સિકકો મળ્યો નથી.
ખંભાતનો શાહજહાંને રાજ્યવર્ષ ૧૪/હિ.સ. ૧૦૫૧ માં બહાર પડેલ ચાંદીનો સિક્કો આ ટંકશાળના ઉપલબ્ધ સિક્કાઓમાં સર્વ પ્રથમ મુઘલ સિક્કો છે. ત્યાર પછી આલમગીર ર જાના સમય સુધી આ ટંકશાળ સક્રિય રહી. ઔરંગઝેબ, શાહઆલમ બહાદુર અને મુહમ્મદશાહ સિવાય બીજા કોઈ બાદશાહને આ ટંકશાળમાંથી બહાર પડેલે સોનાનો સિક્કો તેમજ કે ઈ પણ મુઘલ બાદશાહને તાંબાનો સિક્કો મળે નથી.
ખંભાતનું નામ ખાસ કરીને ટંકશાળની સક્રિયતાની શરૂઆતનાં વર્ષોમાં બહાર પડેલા સિક્કાઓ પર જુદી જુદી રીતે લખાયું છે. શાહજહાં અને મુરાદબન્શન સિક્કા પર ગામનું નામ “ખંભાયત’ મળે છે. આ જ નામ ઔરંગઝેબના રાજ્યકાલનાં પહેલાં થોડાં વર્ષોના સિક્કાઓ પર અંકિત મળે છે, પણ એના રાજ્યકાલના ૬ ઠ્ઠા અને ૧૭ મા વર્ષ વચ્ચે, ઘણું કરીને રા. વિ. /હિ.સ. ૧૦૭૭ માં, “ખંભાયતને બદલે “કંબાયત’ જોડણી અપનાવાઈ. એના તેમજ એના અનુગામીઓના સિકકાઓ પર છેલ્લે સુધી “કંબાયત” નામ મળે છે. શાહજહાંના છેલ્લા વર્ષ એટલે કે હિ.સ. ૧૦૬૯/રા. વ. ૩ર ના એક સિક્કા માં ટંકશાળ-નામ “ખંભાત” અંકિત થયું હોવાનું શ્રી. સી. આર. સિંઘલે ને હું છે. ૩૩ પણ એમણે આ સિક્કાની છાપ આપી નથી.
આ ટંકશાળના શાહજહાંના સિક્કાઓમાં કંઈ ખાસ વૈવિધ્ય નથી. ઉપલબ્ધ સિક્કા ચેરસ સિક્કાવાળી પ્રચલિત ભાતના લખાણવાળા તેમજ અમદાવાદ, અને સુરતના લખાણના સિકકાઓની ભાતના છે. સેનામાં એને અહીંના માત્ર બે સિકકાઓના અસ્તિત્વની જાણ છે અને ચાંદીમાં પણ બેએક ડઝનથી વધુ નોંધાયા લાગતા નથી.
મુરાદબણે પણ ખંભાતમાં સિક્કા પડાવ્યા હતા. ક્ષેત્ર લખાણ ગોઠવણ વગેરે બાબતમાં આ સિક્કા એના અમદાવાદ અને સુરતની ટંકશાળના સિક્કાઓ