Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૨૨૬
મુઘલ કાલ
નમૂનામાં “સુરત” તેમજ “આબાનીની જોડણીમાં ભૂલ છે, ૧૮ પણ એને બીજે નમૂને એ જ વર્ષમાં અને એ જ માસમાં બહાર પડેલે પ્રકાશિત થયો છે તેમાં “સુરત” અને “આબાનીની જોડણી ખરી છે. ૧૯
સુરતના જહાંગીરના સિક્કા પ્રમાણમાં ઓછા મળે છે. અત્યાર સુધી પ્રાપ્ત સિક્કામાં કેઈ સિક્કા પર હિ સ. ૧૦૨૮ પહેલાંનું વર્ષ મળ્યું નથી, એટલે લાગે છે કે સુરતની ટંકશાળમાં સિક્કા એના રાજ્યકાલના ઉત્તરાર્ધમાં બહાર પાડવામાં આવ્યા હશે.
જહાંગીરને સેનાને એક સિક્કો લંડનના બ્રિટિશ મ્યુઝિયમમાં છે, જે નૂરજહાંના નામે હિ.સ. ૧૦૩૬ માં કાર્યો હતો. એ અમદાવાદના નૂરજહાંના સિક્કાની ભાતને છે.
ચાંદીના સિક્કાઓમાં એક ભાત તો આવી જ છે અને બીજી ભાત પણ અમદાવાદના ઇલાહી વર્ષ અને મારા દર્શાવતી અને બાદશાહનું નામ ગઘના લખાણમાં ધરાવતી ભાત જેવી છે.
જહાંગીરને તાંબાનો સિક્કો એક ખાનગી સંગ્રહમાં હોવાનું કહેવાય છે, પણ એ વિશે વિગત ઉપલબ્ધ નથી.
શાહજહાંના સુરતના સિકકા લખાણ અને ભાતની દૃષ્ટિએ લગભગ અમદાવાદના એના સિક્કા જેવા છે. એક ભાત તો સાવ અહમદાવાદ જેવી છે. વર્તુળક્ષેત્રમાં એક તરફ કલમ, ટંકશાળ–નામ અને ઇલાહી વર્ષ–સંખ્યા અને માસ તથા બીજી તરફ બાદશાહનું નામ, લકબ અને હિજરી વર્ષ સંખ્યા: આ ભાત માત્ર એના સેનાના સિક્કામાં છે, જે અતિ દુર્લભ છે. સેનાના સિક્કાની બીજી ભાત ઉપર વર્ણવેલી એના ચેરસ ક્ષેત્રવાળી અતિ સાધારણ ભાત છે. ચાંદીમાં સેનાની ઇલાહી વર્ષ અને માસવાળી ભાતને સિકકો હજી મળ્યો નથી, જ્યારે ચોરસ ક્ષેત્રવાળી ભાતના સુરતના સિકકા સારી સંખ્યામાં પ્રાપ્ય છે.
સુરતની ટંકશાળમાં શાહજહાંના રાજ્યકાલના પહેલા વર્ષમાં ચાંદીને એક નવી ભાતનો સિક્કો બહાર પડ્યો તેમાં એક તરફ કલમો અને હિજરી વર્ષસંખ્યા અને બીજી તરફ ટંકશાળ–નામ તથા એના નામવાળી પદ્યપંક્તિ છે. આ જ વર્ષમાં હિજરી સનના નામનિશવાળા સિક્કા બહાર પડવા,જે ઓછામાં ઓછા હિ.સ. ૧૦૪ર સુધી બહાર પડવ્યા હતા.
શાહજહાંના રા.વ. ૬થી ચોરસ ક્ષેત્રવાળી ભાત ચાલુ થઈ, જેરા.વ. ૩૦ સુધી ચાલુ રહી.