Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
પરિશિષ્ટ ગુજરાતની ટકશાળામાં પડાયેલા સિક્કા [૧૯ માસ તેમજ હિજરી વર્ષવાળું લખાણ છે. પદ્યલખાણમાં ટંકશાળના નામને સમાવેશ થયો છે.
અમદાવાદ ટંકશાળના નૂરજહાંના નામવાળા સિક્કાઓની ભાત એના સેનાના સિક્કાઓની ભાતથી સહેજ જુદી છે. બંનેનું લખાણ એકસરખું છે, પણ શબ્દોની ગોઠવણના ફેર ઉપરાંત ચાંદીના સિક્કામાં રાજ્ય તેમજ હિજરી વર્ષ સોનાના સિક્કાની અપેક્ષા પાછલી બાજુ પર અને ટંકશાળનું નામ આગલી બાજુ પર અપાયું છે. હિ.સ. ૧૦૩૫ સિવાય નૂરજહાંના નામવાળા ચાંદીના સિકકા મળ્યા છે.
જહાંગીરે ચાંદીમાં એક બીજી નવી ભાતના બહુ હલકા વજનના સિક્કા પડાવ્યા, જે સાધારણ ચલણ માટે નહિ, પણ વિશેષ અવસરો પર છાવર કરવા વગેરે હેતુસર વાપરવા માટે ટૂંકાયા હતા એમ એના ઉપર આપેલાં નામે. પરથી જણાય છે. અમદાવાદ ટંકશાળના નિથાર પ્રકારના બે સિક્કા મળ્યા છે. ૪૩ ગ્રેન વજનની ઉપલબ્ધ નિથાર હિ.સ. ૧૦૨૭ (રા. વ. ૧૩)માં બહાર પાડી હતી.
અમદાવાદના જહાંગીરના તાંબાના સિક્કાઓની ત્રણ ભાત મળી છે એકમાં સી ર્તાજી (એટલે ટાંકી) એવું સિક્કા-નામ એક તરફ અને બીજી તરફ ટંકશાળ, નામ અને ઈલાહી વર્ષ અને ભાસ, બીજીમાં આગલી બાજુ ઝારી (જહાં. ગીરનો) અને બીજી બાજુ સે હમાવા (અહમદાવાદનો પૈસ) અને હિજરી વર્ષ સંખ્યા અને ત્રીજમાં એક તરફ ખાની (ચલણી) અને રાજ્યવર્ષ અને બીજી તરફ સે કદમશાઢ અને હિજરી વર્ષની સંખ્યા એવાં લખાણ છે. મળી આવેલા તાંબા-સિકકાઓનું વજન આશરે ૨૩૬, ૨૪૬ અને ૩૦૬ ગ્રેનનું છે.. આ સિક્કા અતિ અલ્પ સંખ્યામાં મળી આવે છે એનું એક મુખ્ય કારણ અકબરનું તાંબા-નાણું વિપુલ સંખ્યામાં ચલણમાં હોવાથી આ ધાતુમાં વધુ સિક્કા બહાર પાડવાની જરૂર ન હતી એવું મનાય છે.
શાહજહાંના સિકકાઓમાં ફરી કલમા અને ચાર ખલીફાઓનાં નામ-ગુણવાળું લખાણ અપનાવવામાં આવ્યું. એના રાજ્યકાલના પહેલા વર્ષના અમદાવાદના સિક્કાઓની એક ભાતમાં પ્રથમ વખત હિજરી વર્ષની સંખ્યા સાથે. સના ફિગરી (હિજરી સન) એ સંવત-નામથી અને રાજ્યકાલના પહેલા વર્ષને પણ આંકડાને બદલે શબ્દોમાં સના સર (પહેલું વર્ષ) એ પ્રમાણે ઉલેખ થયે છે. બીજા વર્ષના સિક્કાઓમાં ફરી ઇલાહી વર્ષનો ઉપયોગ થયો.