Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
. પરિશિષ્ટ ગુજરાતની ટંકશાળોમાં પડાયેલા સિક્કા
(૧) અમદાવાદ મુઘલ બાદશાહના સમયમાં પણ ગુજરાતના સૂબેદારની રાજધાની અમદાવાદમાં રાખવામાં આવી હતી. સલતનત કાલમાં સ્થપાયેલી અહીં જે ટંકશાળ હતી તે પણ મુઘલ કાલમાં ચાલુ હતી. મુઘલ બાદશાહ અકબરના ગુજરાત પરના વિજયના વર્ષથી, એટલે હિ.સ. ૯૦૦ થી જ અહીંથી મુઘલ સિક્કા બહાર પડવા લાગ્યા હતા.
આ ટંકશાળના અકબરના સેના ચાંદી તથા તાંબા એમ ત્રણેય ધાતુના સિક્કા પ્રાપ્ય છે. આ સિક્કા મોટે ભાગે ગોળ આકારના અને થોડા ચેરસ છે. સોના અને ચાંદીના હિ.સ. ૯૦૦ ના સિક્કાઓમાં “અહમદાબાદ' પણ એ જ વર્ષના થોડા સિક્કાઓમાં “દાલખિલાફત અહમદાબાદ એટલે કે અહમદાબાદ નામ સાથે દારુલખિલાફત( ખિલાફતની રાજધાની )ના ઉપનામનો પ્રયોગ થયો છે. ખાલી “અહમદાબાદ' લખેલા સિક્કા વજનમાં ઓછેવત્તો અકબરની સેનામહોરના વજન-ધારણ પ્રમાણે–સોનાના ૧૭૦ ગ્રેન અને ચાંદીના ૧૮૦ ગ્રેન વજનના-- આ સિક્કાઓ પર એક તરફ ઇસ્લામ ધર્મને મૂળભૂત સિદ્ધાંત એ કલમો તેમજ પહેલા ચાર ખલીફા હઝરત અબુબક્ર, ઉમર, ઉસ્માન અને અલીના ગુણો દર્શાવતું એક સૂત્ર અને બીજી તરફ અકબરનાં નામે અને લકબ, ટંકશાળનું નામ અને સિક્કો બહાર પાડવાનું વર્ષ જોવામાં મળે છે.
અકબરના સિક્કાઓ પર વર્તુળ અથવા ખૂણાદાર કે ખૂણે ગાંઠ વાળેલી બાજુઓવાળા ચેરસ કે એવી જાતની બીજી ભૌમિતિક આકૃતિઓનાં ક્ષેત્રમાં તથા આજુબાજુ હાંસિયામાં લખાણ આપવામાં આવ્યું હોય છે. અમુક સિક્કાઓ પર આ ટંકશાળ માટે જ વપરાતું ટંકશાળ-ચિહ્ન પણ મળે છે.
હિ.સ. ૯૦૦ પછી તરત જ પહેલાં હિ.સ. ૯૮૧ માં અને ફરી પાછું હિ.સ. ૯૯૨ માં ઉપરાઉપરી સેના તેમજ ચાંદી બંને ધાતુઓના સિક્કાઓની ભાતમાં ફેરફાર કરવામાં આવ્યું. હવે “દારુલખિલાફત” ઉપનામને બદલે રૂસલતનત’ સલતનતની રાજધાની)નું ઉપનામ વાપરવામાં આવ્યું. હિ.સ. ૯૮૧ ના