Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૨૦૮]
મુઘલ કાલ
[yજતા. બંનેમાંથી કઈ પક્ષને ચુકાદાથી અસંતોષ થાય તે એ પક્ષને કાઝીની સરકારી અદાલતમાં અપીલ કરવાની છૂટ રહેતી. - કાઝીની લાયકાત અને ફરજે નક્કી કરવામાં આવતાં. શાહી અને પ્રાંતીય અદાલતે
કેદ્રમાં એક અલગ મુખ્ય સદ્ર અને અલગ મુખ્ય કાઝી હતા, જ્યારે પ્રાંતોમાં સદ્ર કાઝી મીર–અદલ અને મુફતી નામના અધિકારીઓ હતા. દરેક પ્રાંતમાં સિપાહસોલાર દીવાન બક્ષી મીર–અદલ કોટવાળ મીર–બ૬ અને વકીએનવીસ જેવા અધિકારી નીમવામાં આવતા. સરકાર અને પરગણાંની અદાલત
પ્રાયઃ બિનસાંપ્રદાયિક ફોજદારી ગુના કેટવાળ પાસે અને વારસે લગ્ન લગ્નવિચ્છેદ જેવા દીવાની અને ધાર્મિક સ્વરૂપના કિસ્સા કાઝી પાસે નિકાલ માટે લઈ જવાતા આમ સરકારનું સમગ્ર ન્યાયતંત્ર ઘણે અંશે આ બે અધિકારીઓમાં વહેંચાયેલું હતું.
આમિલને અર્ધ પોલીસ અને ન્યાયકીય ફરજ બજાવવા આદેશ અપાતે અને એ રીતે એ થોડે અંશે પ્રસ્તુત બે અધિકારીઓના કાર્યમાં ભાગીદાર બનત. કેટવાળની ગેરહાજરીમાં એ મેજિસ્ટ્રેટ કક્ષાની ફરજો સંભાળ. કેટવાળની કચેરીને “ચબૂતરો' તરીકે ઓળખવામાં આવતી.
પરગણાની અદાલતને વડે કાઝી હતો, જે દીવાની અને ધાર્મિક કિસ્સાઓનો નિકાલ કરતે. પરગણામાં શિકદાર કેટવાળનાં મેજિસ્ટ્રેટ-કાર્ય તથા ફજદારનાં સામાન્ય કારોબારી અને પોલીસ કાર્ય બજાવતા. પિતાની હકૂમતના ક્ષેત્રમાં શિકદારની ફરજ સાંપ્રદાયિક ફેજદારી કક્ષાના કેસ ચલાવવાની પણ હતી. મહત્ત્વ ધરાવતા દરેક નગરમાં અને મોટાં ગામડાંઓમાં પણ કાઝીની નિમણૂક કરવામાં આવતી. કાઝી મસ્જિદોને હવાલે સંભાળતા અને અધ્યાપન-કાર્ય પણ કરતા.
સરકાર અને પરગણામાં કાઝીઓ મહેસૂલી કેસ ચલાવતા. એમના ચુકાદા સામે અપીલ દીવાન-ઈ-સૂબા સમક્ષ થતી. સરકારમાં અને નીચલી અદાલતમાં કાઝીઓ તમામ પ્રકારના દીવાની દાવા અને ધાર્મિક સ્વરૂપના. ફોજદારી કેસ ચલાવતા. એમની સામે અપીલ પહેલાં પ્રાંતીય સદ્ધ અથવા કાઝી અને મી-અદલ (જો એની પ્રાંતમાં નિમણૂક થઈ હોય તો) સમક્ષ અને એ પછી સામ્રાજ્યના સદ-ઉ-સુદૂર અથવા મુખ્ય કાઝીની અદાલતમાં થઈ શકતી. પરગણાના શિકદારે ચલાવેલા નાના પ્રકારના ફોજદારી ગુનાઓમાં