Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
រ
ઢીવાન
રાજ્યતન
len
પ્રાંતમાં દીવાન સુમેદારથી બીજા ક્રમે આવતા મહત્ત્વને પદાધિકારી હતા. એની પસૌંદગી સમ્રાટનેા વઝીર કરતા અને એની નિમણૂક શાહી દરખારમાંથી આદશાહના હુકમથી વઝીરના હાથે લખાયેલા માનથી અને વઝીરની મહાર અંકિત કરેલી સનદથી કરવામાં આવતી. એ કઈ રીતે પ્રાંતીય સૂમેદારના તાબામાં ન હતા, અને એ શાહી વઝીરના હુકમ પ્રમાણે ચાલતા અને એની સાથે પત્રવ્યવહાર કરતેા. દીવાન પ્રાંતના નાણાં-વિભાગના વડા રહેતા. દીવાનને ખેતીવાડીના વિકાસ માટે શકય તેટલા પ્રયાસ કરાવવાના હતા. એણે રાજ્યની તિજોરી પર કડક અને ચાંપતી નજર રાખવાની હતી અને કઈ બિનઅધિકૃત રીતે નાણાં ઉપાડે નહિ એ જોવાનું હતું. કાઈ પણ અધિકારી નિષેધ ફરમાવેલ વેશ ધરાવે નહિ તેની કાળજી રાખવાની હતી. એને મિલ ' નામના અધિકારીઓના હિસાબોની ચકાસણી પૂરતી રીતે કરવાની હતી. ભ્રષ્ટાચારી આભિલાને બરતરફ કરવા ભલામણ કરવાની એને સત્તા હતી. આમિલની એ નિષ્કાળજીના કારણે મહેસૂલ-વસુલાત બાકી પડે તે દરેક ઋતુમાં ૫ ટકાનાં ક્રુષ્તાથી વસૂલ લેવાની જોગવાઈ કરવાની રહેતી. તમાવી લેન પણ પરત ઉધરાવવાની રહેતી. ખેડૂતાની સગવડ ખાતર મહેસુલ ઉધરાવવાના પ્રકાર એ બદલી શકતા. ટૂંકમાં, દીવાનને મહેસૂલ અંગે અને એની વસૂલાત માટે વિસ્તૃત સત્તા આપવામાં આવતી. કોઈ વાર દીવાનને હિસાબ–તપાસણી—વિભાગ પણ સાંપવામાં આવતા.
દીવાનના કાર્યાલયમાં પેશકર અથવા મંત્રી તથા અંગત મદદનીશ જેવા કર્માંચારી રહેતા, જેમની નિમણૂક કેંદ્રમાંથી શાહી દીવાન દ્વારા કરવામાં આવતી. કાર્યાલય-નિરીક્ષક એટલે કે દારાગાહ ( દારાગા ) પણ દીવાનની અદાલત અને કાર્યાલયના મહત્ત્વતા અધિકારી હતા. ‘મુરિક' (ધણું કરીને મુખ્ય કારકૂન ) પણ શાહી સનદ દ્વારા નિમાતા. અન્ય કર્મચારીઓમ! તહવીલદાર-ધ-દફ્તરખ'ના (કાશાધ્યક્ષ) મુન્શીક નવીસ સૂબાનીસ વગેરેના સમાવેશ થતા.
સદ્ધ અને કાઝી
દીવાનથી ખીજી કક્ષાએ મહત્ત્વના સ્થાને આવતા અધિકારીઓમાં ન્યાય અને ધાર્મિક ખાતાના આ વડા હતા. મુઘલ સમયમાં આ બંને ખાતાંને ઘણી વાર એક ખાતા તરીકે લેખવામાં આવતાં.