Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૨૦૪]
મુઘલ કાલ
ઝિ.
પ્રાંતમાં નાણતંત્ર પ્રાંતીય દીવાનના હસ્તક રાખવામાં આવતું. પ્રાંતીય દીવાન છેવટે કંદ્રના દીવાનને જવાબદાર રહેતે ને કેંદ્રીય દીવાન પાસેથી હુકમો મેળવતા. જહાંગીર અને શાહજહાંના સમયમાં દીવાન સૂબેદારથી વધુ ને વધુ સ્વતંત્ર બન ગયે. ઔરંગઝેબ પછીના નબળા મુઘલ બાદશાહો આવા પ્રાંતીય દીવાને પર અંકુશ રાખી શક્યા નહિ.
દીવાનની મુખ્ય ફરજો અને કામગીરી આ પ્રમાણે હતીઃ દીવાને ખેતીવાડી વધારી ખેડૂતવર્ગનું અને છેવટે પ્રજાનું ક૯યાણ કરવું. આવા હેતુઓને ધ્યાનમાં રાખી અધિકારીઓએ પ્રજાને જે રીતે અનુકૂળ પડે તેવી આકારણી અને વસૂલાતપદ્ધતિ અપનાવવી અને લોકો પાસેથી બળજબરાઈથી નિયત રકમ ઉપરાંત વધારાની રકમ કે ગેરકાયદેસર લેવાતી રકમો લેવાનું સદંતર બંધ કરવું. ખેતી વિકાસને ઉત્તેજન આપવા અને પડતર પડી રહેલી જમીનને ખેડવા ખેડૂતોને સમજાવવા અને એ માટે એમને લેન આપીને અને સિંચાઈ-કાર્યો કરીને એમની પાસેની વસૂલાત જેમ બને તેમ સરળ બનાવવી. બાકી લહેણી પડતી રકમ સરળ હિતેથી વસૂલ લેવા અને જે અધિકારીઓએ જુલમ ગુજાર્યો હોય તેમને શિક્ષા
કરવા તથા રૈયતને મનાવી લેવા પ્રયાસો કરવા. કઈ જગ્યાએ ઊભેલા પાક પર કોઈ આફત આવી પડે તો અધિકારીઓએ મહેસૂલમાં પ્રમાણસર ઘટાડો કરે અથવા સંજોગો પ્રમાણે એ માફ પણ કરવું. વધારાની રકમ કડકાઈથી વસૂલ કરનાર અધિકારીઓને શિક્ષા કરવી અને જે કોડી અમલદારો કે જાગીરદારોએ અપ્રામાણિક કે અન્યાયી વર્તન કર્યું હોય તેમના પર અદાલતમાં કામ ચલાવવું. ઊતરતી કક્ષાના અમલદારો અને કર્મચારીઓની કામગીરીને ઝીણવટપૂર્વક ચકાસી લેવી, એના પર દેખરેખ રાખવી તથા તેઓ પાસેથી એમના ખાતાના સંબંધિત કાગળપત્ર એકત્ર કરી, કેંદ્રના મંત્રાલયમાં મોકલી આપવા. સરકારી લેણુંની વસૂલાતમાં અધિકારીઓને કડક રહેવા અને જે હમેશાં કસૂર કરવા ટેવાયેલા હેય તેમની બાબતમાં ખાસ કડકાઈ રાખી સમજાવટને માર્ગ નિષ્ફળ જતો ફટકા મારવાની રીત અપનાવવી.
સરકારમાં મુખ્ય મહેસુલી અધિકારી અમલગુઝાર અથવા આમિલગુઝાર અથ આમિલ હતો. એની મદદમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ રહેતા, જેમાં બિતીકચી વધુ મહત્વને હતો. આમિલના તાબા નીચેના અન્ય કર્મચારીઓમાં કારનો ફેજદાર અથવા ખજાનાદાર અને પરગણું એકમના અધિકારીઓ હતા. કેટવાળને મહેસૂલ-તંત્રમાં કોઈ કાર્ય કરવાનું ન હતું. બંડખેર અને મહેસુલ