Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૨૦૨] મુઘલ કાલ
પ્રિપ્રાંતમાં લશ્કરી સંગઠન
લશ્કરમાં મોટા ભાગની ભરતી કરવાનું, એને તાલીમ આપી શિસ્તબદ્ધ બનાવવાનું, એને નિભાવ કરવાનું અને સરંજામ પૂરા પાડવાનું, ચડાઈઓની
જના કરવાનું અને લશ્કરી છાવણીઓ ઊભી કરવાનું કાર્ય પ્રાંતના દીવાની અથવા મુલકી વહીવટ કરનારા જે અધિકારીઓ હતા તેમને કરવાનું રહેતું.
અકબરે સત્તા પર આવતાં સમગ્ર લશ્કરી સંગઠનનું સ્વરૂપ બદલવાની, જરૂરિયાતથી સભાન બની એ દિશામાં પગલાં લીધેલાં. એણે દાગપ્રથાને (ડાઓને ચિહ્ન કરવાની પ્રથાને) પુનઃ અમલમાં મૂકી એને વિસ્તૃત બનાવી તથા લશ્કરી. નેધપત્રક અંગેના નિયમ ઘડ્યા અને એનો અમલ કરાવ્યું. અકબરે મોટા પાયા પરની લશ્કરી જરૂરિયાતને લક્ષમાં લઈને મનસબદારી પદ્ધતિ અમલમાં મૂકી હતી. અકબરની હયાતી સુધી એ પદ્ધતિને સારી રીતે અમલ થશે, પરંતુ એના પછી આવેલા મુઘલ બાદશાહએ એમાં કરેલા ફેરફારથી અને અસરકારક અંકુશ ના રાખ્યાથી એ પદ્ધતિની કાર્યક્ષમતા ઘટી ગઈ. આરંભમાં અકબરે વિવિધ મનસીબ અથવા કક્ષાની એક જ શ્રેણી બનાવી, પરંતુ શાસનના અંત ભાગમાં ૫,૦૦૦થી નીચેની સંખ્યાની દરેક કક્ષાની ત્રણ ત્રણ શ્રેણું બનાવાઈ. મનસબદારની નિમણૂક બાદશાહ પોતે કરતો અને દરેકને અમુક સંખ્યાનું લશ્કર રાખવા પરવાનગી આપતો અને એ માટે મનસીબદારને અમુક રકમ આપવામાં આવતી. મનસબ-- દારને દરેક સૈનિક પિતાના સરદાર કે ઉમરાવના ફરમાન પ્રમાણે વર્તતો અને એની પાસેથી પગાર મેળવતો. લશ્કરી અધિકારીઓ કે જેમાં ઉમરા અને ખંડિયા રાજાઓને પણ સમાવેશ થતો હતો : એમને દસ હજારથી સાત હજાર સુધીના સૈનિકના સેનાપતિને મનસબ (દર) આપવામાં આવતો. શાહી કુટુંબના સભ્યોનો મનસબ દસ હજાર સુધીને અને પછીના સમયના મુઘલ બાદશાહના. સમયમાં ૫૦ હજાર સુધીને હતે. ૨૦ થી ૪૦૦ સુધીના સૈનિકોના ઉપરીને સામાન્યત: “મનસીબદાર,' ૫૦૦ થી ૨,૫૦૦ સુધીનાને “ઉમર', અને ૩,૦૦૦ અથવા એનાથી વધુ સંખ્યાના ઉપરીને “ ઉમરા–ઈ–આઝમ' કહેવામાં આવતા. મનસબદારોને પગાર એમની કાર્યક્ષમતા અને કક્ષા પરથી નક્કી થતો. બક્ષી એટલે કે લશ્કરને ખજાનચી એ બધાંની નેધ કરતો અને ઘોડાને તપાસી એના પર “દાગ'–નિશાન પાડતો. સૈનિકનું વર્ણન એને અપાયેલા ઓળખપત્રમાં લખવામાં આવતું.
મુઘલ લશ્કરની મુખ્ય પાંખ સવારદળ (અશ્વદળ) હતું. એ ઉપરાંત પાયદળ.. ફોટક શસ્ત્રસરંજામ (તોપખાન સહિત), ગજદળ અને યુદ્ધ-નૌકાઓના વિભાગ