Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
રાજ્યતંત્ર
[[૨૦ ૫.
આપવાનું ટાળવા માગતા લોકો પાસેથી મહેસૂલ ઉઘરાવવાના કામમાં જ્યારે જરૂર પડે ત્યારે ફેજદાર અમલગુઝારને મદદ કરવા તૈયાર રહેતો.
પરગણું એકમમાં શિકદાર આમિલ કારકૂન અને ફતદાર પિતદાર) અધિકા રીઓ હતા.
સરકારના મુખ્ય અમલગુઝારની મદદમાં વિપુલ સંખ્યામાં અમલદારો અને નાના કર્મચારીઓ રહેતા તેથી એનું કાર્ય સરળ અને ઓછું બેજારૂપ બનતું. અમલગુઝારની પ્રાથમિક ફરજોમાં ખેતી માટે ઉત્તેજન આપવાની તથા ખેતીને વધારી પાકની જાત અને જથ્થો સુધારવાની મુખ્ય હતી. મહેસૂલની આંકણી કરી એ વસૂલ કરવાની જવાબદારી એની હતી.
મહેસૂલ–વસૂલાતમાં અમલગુઝાર મળતાવડાપણું અને વિવેક રાખે એ. જરૂરી હતું. જે નાણાં ભરવામાં આવે તે શાહી તિજોરીની રક્ષા કરવાની નાણું પૂરી તકેદારી સાથે કેદ્ર તરફ મોકલવાની જવાબદારી એની રહેતી, અમલગુઝાર આવક–ખર્ચના હિસાબ દર મહિને મોકલતો. એ પટવારી અને અન્ય તાબેદાર. અધિકારીઓની કામગીરી પર દેખરેખ રાખતો. સરકારમાં જે કેટવાળ-પદે કોઈ વ્યક્તિ ન હોય તો એને કોટવાળની ફરજો પણ બજાવવી પડતી. અમલગુઝાર સુબેદારની દેખરેખ અને તપાસને અધીન હતો.
બિતીકચી એ સરકારમાં અમલગુઝાર માટે અનિવાર્ય અધિકારી હતા. એ સરકારમાં મહેસૂલ ખાતાને મંત્રી હતા. અમલગુઝાર જે મહેસૂલની આંકણી કરતો અને વસુલાત લેતા તે સંબંધી તમામ જરૂરી પત્રકે નોંધે અહેવાલે દફતરો. વગેરે તૈયાર કરવાની એની કામગીરી નોંધપાત્ર રહેતી. એ પટવારી મુકાદમ અને અન્ય સહાયકેનાં વસુલાતનાં પુત્ર અને દફતરો ઝીણવટપૂર્વક તપાસતો. એ દૈનિક અને માસિક આવક–ખર્ચના હિસાબ રાખતો અને માસિક અહેવાલ કેંદ્રમાં એકલતો. વર્ષ આખરે પણ આવા હિસાબનું સરવૈયું મોકલતા.
સરકારમાં ખજાનાદાર અથવા જેને શેરશાહના સમયથી તદ્દાર’ તરીકે ઓળખવામાં આવતો તે શાહી તિજોરીને મુખ્ય અધિકારી હતો. નાણાં સ્વીકારવાની તેમ નાણાં રાખવાની પદ્ધતિની અને આવેલ રકમનો નિકાલ કરવાની એની કામગીરી મહત્ત્વપૂર્ણ હતી.
- ખાનાદારની સહાયમાં રહેનાર કર્મચારીઓમાં કારકૂન કર્મચારીનું મહત્વ નેધપાત્ર ગણાતું. એ મુખ્ય આમિલ(ખજાનાદાર) અને પરગણુના આમિલની સાથે મુકામે મુકામે ફરતો રહેતો. કારકૂન અને હિસાબનીશની ફરજ બજાવતા તે