Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૨૦૦]
મુઘલ કાલ
[5.
શાહજહાંના સમયમાં વઝીર સદુલ્લાહખાને પરગણુઓને ચકલામાં વહેંચ્યાં હતાં. દરેક ચકલામાં એક અમીન અને ફોજદારની નિમણૂક કરેલી. ગુજરાતના સંદર્ભમાં જોઈએ તો પોલીસ-કાર્યો માટે શહેરને ચકલા અથવા ઑર્ડમાં વહેંચવામાં આવતું. અમદાવાદમાં આવાં ૧૭ ચકલાં હતાં. એ દરેકમાં શેરીઓની ચોકી કરવા સિપાઈઓ રાખવામાં આવતા. ૧૮ - અમદાવાદ વિભાગમાં જે ૧૬ સરકાર હતી તેઓના દરેક પરગણામાં એક ફોજદાર હતા અને એ ફોજદારના અધિકાર નીચે ઘણાં થાણાં હતાં, જેને ઉપરી “થાણાદાર કહેવાતું. સામાન્યતઃ બે કે ત્રણથી ૧૨ સુધીનાં ડાં ગામડાંનાં કંકોમાં એક એક થાણું રહેતું. નગર-વહીવટ કેટવાળનાં કાર્ય
“મિરાતે અહમદી'ને લેખક અમદાવાદની પોલીસ-વ્યવસ્થા અને સુધરાઈ વહીવટને વિગતવાર અહેવાલ આપે છે:
નગરને વડે કોટવાળ હતો. એની નિમણૂક શાહી સરકારના વડા મથકેથી ભલામણ અનુસાર કરવામાં આવતી. કેટવાળના અધિકાર અને કાર્યોની બાબતમાં દેશનાં અને પરદેશી સાધનામાંથી ઘણી માહિતી મળે છે. એમાં બે ભાગ પડે છે: એક વિભાગનાં સાધનો કેંદ્રીય સરકાર કોટવાળ પાસે કયા પ્રકારનાં કાર્યોની અપેક્ષા રાખે છે એ વિશે અને બીજા વિભાગનાં સાધને જુદી જુદી જગ્યાએ જુદા જુદા પ્રસંગોએ કોટવાળે કેવા પ્રકારનાં કાર્ય ખરેખર બજાવ્યાં હતાં એ વિશે માહિતી આપે છે. કેટવાળની ફરજો અને અધિકારોને નીચે પ્રમાણેનાં
ડાં જથમાં વહેંચી શકાય : નગરની સંભાળ રાખવી અને ચોકીદારી કરવી, બજાર–અંકુશ, બિનવારસી મિલકતની સંભાળ અને એનો કાયદેસર નિકાલ, લકાની હિલચાલ પર દેખરેખ રાખવી અને ગુના અટકાવવા, સતી જેવાં સામાજિક દૂષણ અટકાવવા અને કબ્રસ્તાન દફનક્રિયા અને કતલખાનાનું નિયમન કરવું.૧૯
કેટવાળની નિમણૂક–સાદમાં એ શહેર-નગરમાં ચોરી ન થાય, લેકે સલામતી અનુભવે અને વેપારધંધા શાંતિથી ચલાવે એવી સ્થિતિનું નિર્માણ કરવા, કેદમાં રખાયેલા આરોપીઓની કે કેદમાંથી મુક્ત કરનારાઓની બાબતમાં કાઝીને લિખિત હુકમો વિરુદ્ધ નહિ વર્તવા, નદીકાંઠે આવેલા નગર માટે હોડીસેવા અને એને લગતા તમામ પ્રશ્નો માટે તકેદારી રાખવા તેમજ અન્ય બાબતે અંગે કાળજી રાખવા એને જણાવવામાં આવતું.