Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૧૯૪]
મુઘલ કાલ
(પ્ર.
સુબેદાર - પ્રાંતમાં સુબેદારપદે નિમાતી વ્યક્તિઓ બહેશ નિપુણ અનુભવી અને કાર્યદક્ષ હેવી જરૂરી મનાતું, પણ શાહજાદાઓ અથવા ઉચ્ચ કક્ષાના ઉમરાવના પુત્રોની બાબતમાં અપવાદ થતા. એમને મહત્વના પ્રાંતના સૂબેદાર તરીકે નીમવામાં આવતા, પરંતુ તેઓ જુવાન અને બિનઅનુભવી હોવાથી એમના માર્ગદર્શક અને ગુરુ તરીકે “અતાલીક' નામની કાર્યક્ષમ અને અનુભવી વ્યક્તિઓને નીમવામાં આવતી. જુવાન સૂબેદારને “અતાલીકીની સલાહનું હમેશાં પાલન કરવાનું કહેવા આવતું. સૂબેદારને મદદ કરવા ઘણા ઉચ્ચ અધિકારીઓની સમિતિ પણ રહેતી. મીરઝા અબ્દુર્રહીમખાનના અતાલીક વઝીરખાનના સમયમાં ગુજરાતમાં રાજકીય અંધાધુંધી ફેલાતાં એની બદલી સરહદ પરના ઈડરના ફોજદાર તરીકે કરવામાં આવી હતી અને એના બધા કર્મચારીઓને પરત બોલાવી લેવામાં આવ્યા.
કઈ વાર જે વ્યક્તિને સૂબેદાર તરીકે નીમવામાં આવી હોય તે વ્યક્તિ અંગત કારણસર કે બાદશાહની મરજીથી અને સંમતિથી, પોતાના વતી પોતાની પસંદગીની વ્યક્તિને પોતાના નાયબ તરીકે પ્રાંતમાં મોક્લતી અને પોતે રાજધાનીમાં રહેતી. આવા ગેરહાજર સૂબેદારોના પ્રતિનિધિઓ દ્વારા ગુજરાતમાં વહીવટ ચલાવવામાં આવ્યો હતો. - જ્યારે સૂબેદારની નિમણૂક કરવામાં આવતી ત્યારે બાદશાહ એને પનું પ્રતીક તથા યોગ્ય બિરુદ ભેટ આપતો. સૂબેદાર પ્રાંતમાં જવા નીકળે તે પહેલાં એ કંદ્રના વઝીર પાસે જતો, જ્યાં એને સૂચનાપત્ર આપવામાં આવતો. એમાં એની કરજે કાર્ય જવાબદારી વગેરે બાબતોની સૂચના અને સમજ આલેખવામાં આવતાં. • સૂબેદારોએ શું કરવું જોઈએ અને શું નિવારવું જોઈએ એ અંગેની શિખામણો, જે ૪૦ જેટલી છે તે, અકબરના ફરમાનમાં આપવામાં આવી છે. ૧૧ એમાં વિશેષાધિકારો અને મર્યાદાઓ પણ સમજાવવામાં આવતાં. ખંડિયા રાજાઓ પાસેથી ખંડણી વસૂલ લઈ બધી રકમ શાહી દરબારમાં પૂરતા બંદોબસ્ત અને સલામતીથી પહોંચાડવાની પણ એની ફરજ રહેતી. સુબેદારને આવા વિસ્તૃત અધિકાર હતા, છતાં એમને બાદશાહના દરબારની જેમ પ્રાંતમાં દબદબાભર્યો દરબાર જવાની મનાઈ હતી, કેમકે એ શાહી વિશેષાધિકાર હતો. વળી બાદશાહની જેમ ઝરૂખા-દર્શન આપવાની કે શાહી નોકરી પાસે કુરનિશ ભરાવવાની સ્પષ્ટ મનાઈ કરાવવામાં આવતી ૧૨