Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
•૧૭૪ ]
સુઘલ ફાલ
[ત્ર. ૫મુ
સમાધાનકારી વલણ અખત્યાર કરવાની જરૂર હતી તેથી મેશ્વાલ્ડ કાઉન્સિલ સાથે ગાવા ગયા તે સંધિ કરી. ખીજી દિશામાંથી પણ ક ંપનીને માઠાં પરિણામ • ભાગવવાં પડયા. ઇંગ્લૅન્ડના રાજાએ કાન સામે કંપનીને પરવાનેા આપ્યા. એણે શરૂ કરેલી ચાંચિયાગીરીને લીધે સુરતની ક ંપનીની આબરૂને ધક્કો પહેાંચ્યા.
૧૬૭૦ થી શિવાજીની સુરત-લૂટને પરિણામે અને ત્યાર બાદ એના ભયને કારણે સુરત–કાઠીના વેપારને નુકસાન થતુ રહ્યું, એનું દેવું વધતું ગયું. માલના ભરાવાને કારણે એના રક્ષણના પ્રશ્ન ઊભા થતેા. સુરતના રક્ષણ અ મુલ સૈન્ય પર્યાપ્ત નહેતું. પરિણામે અંગ્રેજો અને ફ્રેંચાને સ્વરક્ષણ કરવાનું રહેતું. મુધલ સૂબેદારા અને અમલદારા કંપની પાસેથી નજરાણાં અને ભેટોની આશા રાખતા. આમ સુરક્ષા અને મુક્ત વેપારની દૃષ્ટિએ સુરત યેાગ્ય બનતું ગયુ.. મુધલાનાં 'નિયંત્રણાથી મુક્ત રીતે વેપાર થઈ શકે એવા સ્થળ તરીકે મુંબઈની પસંદગી કંપનીના ડાયરેકટર જેશિયા ચાઇલ્ડે કરી, ૧૬૬૭ માં ઇંગ્લૅન્ડના રાજાએ મુંબઈ એટ વહીવટ માટે કંપનીને સોંપ્યા. અંગ્રેજોએ એ સ્થળની કિલ્લેબંદી કરી મુંબઈને સ્વતંત્ર વેપારી વસાહત તરીકે વિકસાવી, ૧૬૮૭માં અંગ્રેજ કાઠીએના વડા ·મથક તરીકે સુરતની કાઠી કામ કરતી બંધ થઈ. એની ઑફિસ મુંબઈ ખસેડવામાં આવી.
૧૬૧૮ માં મુઘલ બાદશાહ જહાંગીરે વેપાર અને વસવાટની ખાતરી અપાતા એ પત્ર લખ્યા. ૧૮૧૮ માં-બરાબર ૨૦૦ વર્ષ પછી અમદાવાદના ભદ્ર કિલ્લા પર યુનિયન જૅક લહેરાતા થયે, બ્રિટિશ સામ્રાજ્યની ભાવી શકયતા પણ ગુજરાતમાં સુરત ખાતે શરૂ થઈ કહેવાય : “સુરતના એ ભાડૂતી ધરમાં અંગ્રેજોએ તદ્દન અજાણ્યે એક મહાન સામ્રાજ્યના પાયા નાખ્યા.’૭ ૪. ફ્રેંચ વસાહત
×ંગી વલંદા અને અંગ્રેજ પ્રજાની સરખામણીએ ફ્રેંચ હિંદના વેપારમાં મેાડા દાખલ થયા. ઈ.સ. ૧૬૬૪ માં ફ્રેંચ વેપારી ક’પની રાજા લુઈ ૧૪ માની પરવાનગીથી સ્થપાઈ. એ જ વર્ષે પૂર્વતૈયારી કરવા ખેબર નામે ફ્રેંચ સુરત આવ્યા. ઔરંગઝેબના ફરમાનથી ક્રૂ'ચાને સુરત ખાતે વેપાર કરવાની અને -સુંવાળી ખાતે કાઠી રાખવાની પરવાનગી મળી. ત્યાર પછી ઈ.સ. ૧૬૬૮ માં ૐચાએ વેપાર શરૂ કર્યાં. એખરની કુશળતાને કારણે ફ્રેંચાના વેપાર જામ્યા હતા, પરંતુ પછીના સમયમાં ક ંપનીના અંદરાઅંદરના વિખવાદને લીધે વેપાર પડી ભાંગ્યા. સુરતમાં કાઈ વાર ફ્રેંચા અવાએ ફેલાવી અન્ય હરીફ ક ંપનીઓના વેપારને તાડવાના પ્રયત્ન કરતા; જેમકે ૧૬૭૭ માં એમણે વલંદા અને અંગ્રેજ વચ્ચે