Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૧૮૨ ]
મુઘલ કાલ
| શ્ર. ૫ મુ
દારાને—અંકુશ હતા. દામાજીરાવે અમરેલી પર નાખેલી ખંડણીને ભાગ, જે કાઠીએાના હિસ્સે આવતા હતા તે, તેઓ ભરી ન શકવાથી તેની જમીન સોંપી દેવા એમને દામાજીરાવે જ પાડી, એવી જ રીતે સૈયદા પાસેથી પણ જમીન પડાવી લીધી. પાછળના સમયમાં જૂનાગઢના ફાજદારનેા અંકુશ પણ નાબૂદ કરવામાં આવ્યા. આ સમયે લાઠીના ઠાકારે પોતાની દીકરી દામાજીરાવ સાથે પરણાવી અને દહેજમાં ચભારિયા અને એની નજીક આવેલાં ખીજા છ ગામ આપ્યાં. ચરિયા ગામને પોતાના નામ ઉપરથી 'દામનગર' નામ આપવામાં આવ્યું. સમય જતાં આ વિસ્તારમાં ગાયકવાડી સત્તા દૃઢ બની,
સરમુલ દુખાતના અનુગામી સૂમેદાર મહારાજા અભયસિંહ ગુજરાતમાં મરડાઓને આવતા અટકાવવા માટે અને એમની લૂટમ્રાટની પ્રવૃત્તિઓને ડામી દેવા માટે વિવિધ માર્ગો અપનાવતા રહ્યા, પરંતુ છેવટે તેઓ સદંતર નિષ્ફળ ગયા.
અભયસ ના સમયમાં સેનાપતિ ખંડેરાવ દાભાડેની વિધવા ઉમાબાઈએ પણુ વિશાળ લશ્કર સાથે આવીને અમદાવાદને ભયમાં મૂકયું હતુ, જેમાં મેટી રકમ આપીને ઉમાબાઈને વિદાય આપવી પડી હતી. પોતાની કામગીરીમાં મળેલી નિરાશાયી અને દિલ્હી તરફથી કોઈ મદ ન મળતી હાવાથી મહારાજા અભયસિહે છેવટે ગુજરાત હેાડવુ. અને એનેા હવાલા રતનસિંહ ભંડારીને સોંપ્યા.
બાજીરાવના ભાઈ ચિમણાજીએ સરખુલંદખાન સાથે કરેલા કરારથી સતારા દરબારમાં ખરાબ પ્રત્યાઘાત પડયા. હમીદખાનના સમયથી સેનાપતિ દાભાડે અને એના મદદનીશા ખાંડે તથા ગાયકવાડને મહી નદીની ઉત્તરે અને દક્ષિણે આવેલાં પરગણાંએમાં ચેાથ ઉધરાવવાના અધિકાર અપાયેલા હતા, આથી ત્ર્યંબકરાવ દાબાર્ડ અને પેશવા વચ્ચે ઉગ્ર મતભેદ સર્જાય, પેશા પોતાની સિદ્ધિમાં મક્કમ રહ્યો. દાલાર્ડને લાગ્યું કે પેાતાને હવે સતારાના દરબારમાં ન્યાય મળશે નહિ તેથી એણે નિઝામ સાથે બાજીરાવ સામે મેચા ઊભા કર્યા. બાજીરાવના સર્વોપરિ સત્તા જેમને ખૂોંચતી હતી તેવા અસ ંતુષ્ટ મરાઠા સરારા પિલાજીરાવ, કે થાઇ ખાંડે, ઉદાજી પવાર, કાન્હાજી ભેાંસલે વગેરે દાભાર્ડના પક્ષે જોડાયા, ત્ર્યંબકરાવે નિઝામ સાથે કરેલા સહયાગથી રાષે ભરાયેલા રાજા શાહુએ એને પાતાની સમક્ષ હાજર કરવા પેશવાને જણાવ્યું. એને હેતુ દાભાર્ડને સમજાવટ દ્વારા પોતાના પક્ષે લાવવાના હતેા. ૧૫ દાભાડેને મક્કમતાપૂર્ણાંક સામનો કરવા બાજીરા ગુજરાતમાં આવ્યા અને મહારાજા અભયસંહના સહકાર મેળવ્યા.૧૬ એની અ દાભાડે વચ્ચે ભીલાપુર (ડભોઈ તાલુકા, જિ. વડેદરા) ગામે માટી લડાઈ થઈ (એપ્રિલ ૧, ૧૭૩૧) તેમાં ત્ર્યંબકરાવ દગાબાજીના કારણે માર્યા ગયે।૧૭ અ