Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૮૪].
મુઘલ કાલ
પ્રિ. ૫ મું
ઉમાબાઈએ દામાજીરાવને મહી નદીના ઉત્તરે આવેલાં પોતાના ભાગનાં પરગણાઓની (કંથાજીનાં પરગણાઓને બાદ કરતાં) ચોથ ઉઘરાવવાની કામગીરી સોંપી હતી. દામાજીરાવે એ કામ પોતાના નાયબ રંગોજીને સોંપ્યું. આ સમયે કંથાજી પેશવા પક્ષે જતો રહ્યો હતો. ૧૭૩૫ માં વિરમગામમાંથી મુઘલેની સત્તા દૂર કરી દામાજીરાવે એ જીતી લીધું. આમાં એને એ પરગણુના દેસાઈ ભાવસિંહે ઘણી મદદ કરી હતી. સૌરાષ્ટ્રના પ્રવેશદ્વાર સમું આ પ્રાચીન નગર મુઘલેએ કાયમ માટે ગુમાવ્યું. આ વર્ષે જ મરાઠાઓએ કપડવંજ ખેડા જિલ્લો) પર કબજે જમાવી દીધો હતો.
આમ જણાશે કે ૧૭૦૬ માં થયેલ ધનાજી જાદવના પ્રથમ આક્રમણથી માંડીને ૧૭૩૫ સુધીમાં ગુજરાતમાં મરાઠાઓની સત્તાનું વિસ્તરણ ઉત્તર ગુજરાત સુધી થઈ ગયું હતું અને સૌરાષ્ટ્રમાં એમના ખંડણીના હક્ક સ્થપાઈ ગયા હતા. આમ છતાં ગુજરાતમાં મુઘલેના શાસનને અંત ન આવ્યો, કારણ કે અમદાવાદ પર એમની પકડ મજબૂત હતી. એ રક્ષણાત્મક દીવાલ ગઢ વગેરેથી સંરક્ષાયેલું હતું. આ ઉપરાંત ભરૂચ સુરત અને ખંભાત જેવાં મહત્વનાં બદર એમના તાબામાં હતાં. ૧૭૩૬ માં મહારાજા અભયસિંહના નાયબ રતનસિંહ ભંડારી સામે ખટપટે શરૂ થઈ. એનું શાસન જુલમી હેવાથી ખંભાતના ફેજદાર મોમીનખાને સૂબેદાર-પદ પોતાને મળે એવી ખટપટો દિલ્હી દરબારમાં કરતાં એમાં એ સફળ થયા. રતનસિંહ પાસેથી અમદાવાદને કબજો મેળવવા મોમીનખાને મરાઠાઓની મદદ લેવા વિચાર્યું. પૂરતી લશ્કરી મદદના બદલામાં એણે દામાજીરાવને ગુજરાત પ્રાંતનું અડધું મહેસૂલ આપવાને કરાર કર્યો. એમાંથી અમદાવાદ શહેર, હવેલી (પરગણુ), ખંભાત નગર અને ખંભાતના બંદરી મહેસૂલને બાકાત રાખવામાં આવ્યાં. ટ્રક સમયમાં મોમીનખાન તથા જવાંમદખાનનાં અને દામાજીરાવ વતી રગેજીનાં લશ્કર એ અમદાવાદને ઘેરો ઘાલે. આ ઘેરે નવ મહિના (ઓગસ્ટ ૧૭૩૬ થી મે ૧૭૩૭) સુધી ચાલ્યો. દરમ્યાનમાં દામાજીરાવ પણ જાતે આવ્યો. રતનસિંહે દામાજીરાવને પોતાના પક્ષે લેવા પ્રલેભન કરતી શરતો મોકલાવી તેમાં સમગ્ર પ્રાંતનું (અમદાવાદ. હવેલી પરગણું અને ખંભાત સહિત) મહેસૂલ આપવાની દરખાસ્ત હતી. દામાજીરાવે આને બરાબર લાભ ઉઠાવ્યું. એણે મોમીનખાનને આ દરખાસ્તોની જાણ કરી. દામાજીરાવની મિત્રતા જાળવી રાખવા પોતે ઉપરની શરતોને સ્વીકાર કરે છે એમ મોમીનખાને દર્શાવ્યું. વધુમાં એણે વીરમગામ પરના અવિભાજિત અંકુશ સંબંધી પોતાને અડધા ભાગને હક્ક જતો કરવાની શરતે એના બદલામાં ખંભાતની અડધી મહેસૂલી આવક માગી. દામાજીરાવે મોમીન