Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૧૮૦] મુઘલ કાલ
પ્રિ. ૫ મુંએકબીજા સામે લડવા, જેના અંતે હમીદખાનને કંથાજીનું શરણું લેવાની ફરજ પડી હતી નડિયાદ પાસે વસો આગળ થયેલી લડાઈમાં (ફેબ્રુઆરી ૧૦, ૧૭૨૫) રુસ્તમઅલી ખાન માર્યો ગયો. વિજેતા બનેલા હમીદખાને કંથાજી અને પિલાજીરાવને ગ્ય બદલો આપો. જે કરાર થયા તે અનુસાર મહી નદીની ઉત્તરે આવેલાં પરગણાઓની ચોથ કંથાઇને અને મહી નદીની દક્ષિણે આવેલાં પરગણાઓની ચોથ પિલાજીરાવને આપવામાં આવી. આ કરારથી ગુજરાતમાં મુઘલ સત્તાને ભયંકર ફટકો પડ્યો. આ પછી હમીદખાને અમદાવાદ પર પિતાને કાબૂ જમાવી દીધો. બીજી બાજુ મરાઠાઓએ પિતપોતાના અધિકાર નીચેના પ્રદેશમાં ઘૂમી વળી લૂંટફાટ ચલાવી અને ખંડણી ઉઘરાવી.
આ બધા સમાચાર દિલ્હી પહોંચતાં મુઘલ બાદશાહે સરબુલંદખાનને ગુજરાત મોકલ્યો. એણે આવી, સફદરખાન બાબી અને જોધપુરના મહારાજા અભયસિંહ સાથે સંગઠન કરી મરાઠાઓને પહેલાં સોજિત્રા અને પછી કપડવંજ ખાતે હરાવ્યા. મરાઠાઓના પક્ષમાં હમીદખાન પિલાજીરાવ અને કંથાજી કદમ હતા. આ સમયે પરિસ્થિતિ એવી ગંભીર બની હતી કે મરાઠાઓને ગુજરાતમાંથી નીકળી જવું પડશે એવું લાગતું હતું, પરંતુ આ અરસામાં જ પેશવાનાં લશ્કરેએ ઉત્તર ગુજરાતમાં ઈડર બાજુથી પ્રવેશ કરી, વડનગર પહોંચી ત્યાં લૂંટફાટ કરી અને એ સમૃદ્ધ નગરને બરબાદ કર્યું.
સરબુલંદખાન ગુજરાતમાં લગભગ પાંચ વર્ષ (૧૭૨૬-૩૦) રહ્યો, પણ એ ગુજરાતમાંથી મરાઠાઓને હાંકી કાઢવાની એની મુખ્ય કામગીરી પાર પાડી શક્યો નહિ; ઊલટું, એમની સાથે સમાધાન કરવું પડયું. ૧૭૨૬ માં એણે કંથાઇને અમદાવાદ અને હવેલી પરગણા સિવાય મહી નદીની ઉત્તરે આવેલાં તમામ પરગણુંઓની ચાથ આપવા કરાર કરી આપે.
આ સમયે શાહ રાજાના દરબારમાં પેશવા બાજીરાવ પહેલે સેનાપતિ દાભાડેને કદો હરીફ બન્યું હતું અને એની મહેચ્છા સેનાપતિની પ્રતિષ્ઠાને ધૂળમાં મેળવી દઈ ગુજરાતની મબલક આવક આપતે ચોથને અધિકારપતાને માટે લઈ લેવાની હતી, તેથી એ પ્રમાણે પેરવી કરી રહ્યો હતો. ૧૭૨૬ માં જ એણે પિતાના પ્રતિનિધિ ઉદાજી પવારને માળવામાંથી ગુજરાતમાં મોકલે, પણ પિલાજીરાવે અને કંથાજીએ સંયુક્ત બની એને ગુજરાત છેડી જવા ફરજ પાડી.
આ વખતે કંથાજીના દત્તક પુત્ર કૃષ્ણ પાવાગઢને કિલે કબજે કર્યો અને ત્યાં પિતાનું મથક સ્થાપ્યું. ૧૨ બીજા વર્ષે પેશવાએ પોતાના ભાઈ ચિમણાજીને