Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
પરિશિષ્ટ ર
ગુજરાતમાં મરાઠા સત્તાના પ્રારંભ અને પ્રસાર
ભારતમાં ૧૭ મી સદીનેા ઉત્તરા અને અઢારમી સદીના પૂર્વી ભારે અરાજકતાવાળા હતા. મુઘલ સામ્રાજ્ય એટલું બધું વિસ્તરેલુ` હતુ` કે એના દૂર દૂર આવેલા ભાગે! પર દિલ્હીથી અંકુશ રાખવાનું મુશ્કેલ બની ગયું હતું. ધણા થાડા મુઘલ સૂમેદાર પોતપોતાના તાબા નીચેના પ્રદેશેા પર મહામુશ્કેલીએ અંકુશ રાખી શકતા. આવા રાજકીય વાતાવરણમાં ૧૭ મી સદીના ઉત્તરાધમાં મરાઠા એક રાજ્યબળ તરીકે મુઘલા સામે આવ્યા. ધીમે ધીમે મરાઠા શકિત વધતાં. તેઓ મુઘલા સાથે સંઘમાં આવવા લાગ્યા. તેએ મહારાષ્ટ્રમાંથી અન્ય પ્રાંતા તરસ્ક્રૂ ધીમે ધીમે આગળ વધ્યા અને એક સદીના ગાળામાં મુધલાને હંફાવી એમની સત્તાના સ્થાને પેાતાની સત્તા સ્થાપવા સમર્થ બની ગયા.
ગુજરાતમાં મરાઠાઓના આગમનની શરૂઆત શિવાજીએ સુરત શહેર પર કરેલી ચડાઈ (જાન્યુઆરી ૬, ૧૬૬૪)થી ગણાવી શકાય. પૂના પર મુલાની સેના વારંવાર હલ્લા કરતી હાવાથી એનેા બદલા લેવાના હેતુથી તથા લૂંટ મેળવવાના પ્રલાભનથી શિવાજીએ આ ચડાઈ કરી હતી. એ સમયની અને ત્યાર પછી મરાઠા ચડાઈએ પાછળના મૂળભૂત હેતુ ગુજરાતમાં મરાઠી સત્તા સ્થાપી રાજ્ય ઊભું કરવાનેા ન હતા એ સ્પષ્ટ જણાય છે. ૧ શિવાજીએ સુરત પર કરેલી પ્રથમ ચંડાઈનું આયેાજન ખૂબ વિચારપૂર્વક અને ગુપ્તપણે કરવામાં આવ્યું હતું. એને અમલ પણ કુનેહપૂર્વક કરવામાં આવ્યા હતા.ર ચડાઈ સમયે સુરત રક્ષણ વગરનું હતું, એને રક્ષણ-દીવાલ પણ ન હતી.. સુરતને બદસુરત બનાવીને શિવાજી ગયા એ પછી ગુજરાતના સૂબેદાર મહાબતખાન પોતાની સેના સાથે આવી પહોંચ્યા. એણે સુરતની રક્ષણ-વ્યવસ્થા મજબૂત બનાવવાને બદલે ત્રણ લાખ જેટલી પેશકશ (બક્ષિસ) ઉધરાવીને એ જતા રહ્યો.
શિવાજીની આવી પ્રવૃત્તિથી ઔરંગઝેબની ધાર્મિક અને રાજકીય ભાવના ઉશ્કેરાઈ અને એને શિક્ષા કરવા દખ્ખણમાં વિશાળ સેના મોકલવાનુ શરૂ થયું. આમ કરવામાં એનેા મૂળભૂત હેતુ મરાઠાઓને ગુજરાતમાં આવતા. અટકાવવાનેા હતેા. આમ છતાં શિવાજીએ ખીજી વાર સુરત પર ચડાઈ કરી