Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૧૬૦]
મુઘલ કાલ
એટલે મુફતખીરખાનને મારી નાખવા પ્રયત્ન કર્યો, પણ મુફતખીરખાનને આની ગંધ આવી જતાં એ સાવચેત બની ગયો. રંગોને હૂંફ આપવા શેરખાન બાબી, ખંભાતથી કેટલાંક ગામડાં લુંટવા લાગ્યો. મુતખીરખાને ફિદાઉદીનને ખંભાતથી. બેલાવી લીધે, દરમ્યાન શેરખાને રંગેજીને સહાય આપવાનું બંધ કર્યું.
ઈ.સ. ૧૭૪૩ ના ઉત્તરાર્ધમાં બાદશાહના જાણવામાં આવ્યું કે જુ-નરનો અબ્દુલ અઝીઝખાન ખોટી રીતે ગુજરાતને સૂબેદાર થઈ બેઠે છે, તેથી બાદશાહે ફરમાન મોકલી મુક્ત ખીરખાનને ગુજરાતને સૂબેદાર નીમી સત્તા આપી, પણ. અમદાવાદ જવાંમર્દખાન બાબીના કબજામાં હેઈ મુખીરખાનને સફળતા ન મળી અને ખંભાત ચાલ્યા જવું પડયું, જ્યાંથી એને રંગજીની સહાય માગવી પડી. રંગેજીને રૂપિયા એક લાખની જરૂર હતી. મુફતખીરખાને રૂપિયા એંસી હજાર એકઠા કરી આપ્યા, પણ રંગોજીએ બાકીના રૂપિયા ૨૦ હજાર મળ્યા પછી મદદ કરવા જણાવ્યું. આને કારણે મુતખીરખાનને ખંભાતમાં પાંચ વર્ષ પડ્યા રહેવું પડયું. આ સમય દરમ્યાન સૂબેદારી મેળવવા અમદાવાદ જઈ એણે અનેક વાર પ્રયત્ન કર્યો, પણ સફળતા ન મળી.
ઈ.સ. ૧૭૩૭ થી ૧૭૪૮ સુધી ખંભાતને વહીવટ તો નજમખાન નામના. અમલદારના હાથમાં રહ્યો હતો અને એકંદરે ખંભાતમાં શાંતિ રહી હતી. અમદાવાદની સૂબાગીરી મેળવવામાં સફળતા ન મળતાં હવે મુતખીરખાને ખંભાતમાં તદ્દન સ્વતંત્ર થવા વિચાર્યું અને નજમખાનને મરાવી નાખ્યો. આ વાતની બાદશાહને જાણ કરી, બાદશાહે અગાઉ આપેલે “મોમીનખાનને. ઈલકાબ ધારણ કરી ખંભાતની મુત્સદ્દીગીરી લીધી, જેને બાદશાહે બહાલી આપી.. મોમીનખાન ૨ (ઈ.સ. ૧૭૪૮-૧૮૩)
બાદશાહ તરફથી “નુરુદ્દીન મુહમ્મદખાન મોમીનખાન બહાદુરનો છટકાબ મળ્યો તે ધારણ કરી એણે ખંભાતનાં સત્તાસૂત્ર હાથમાં લીધાં. નજમખાનના મૃત્યુના સમાચાર સાંભળી ફિદાઉદ્દીનખાન એના કુટુંબને દિલાસો આપવા ખંભાત આવ્યો. પણ મુફતખીરખાને ખંભાતમાં એને પ્રવેશ કરવા ન દીધો.
આ સમયે મુક્ત ખીરખાન – મીનખાનની સત્તા માત્ર ખંભાત ઉપર હતી અને બહાર એનું પદ માત્ર ખંભાતના મુત્સદ્દી તરીકે ગણાતું. ગાયકવાડના પ્રતિનિધિ સાથે એને હવે અણબનાવ થયેલે. પેશવા અને ગાયકવાડે ગુજરાતની વહેંચણી કરી લીધેલી તેમાં ખંભાત પેશવાના ભાગમાં આવ્યું હતું. આ કારણે શિવાને પ્રતિનિધિ રઘુનાથરાવચોથ ઉઘરાવતો ધોળકા અને તારાપુર થઈ ખંભાત આવ્યો અને મેમીનખાન પાસેથી ૧૦ હજારની ચોથ માગી (ઈ.સ. ૧૭૫૨).