Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૧૫૮]
મુઘલ કાલ નડિયાદનો વહીવટ મળ્યો હતો. આ બધાં સ્થળોમાં પોતાના પ્રતિનિધિ મૂકી મોમીનખાન સુરતમાં રહેતા. ઈસ. ૧૭૧૫-૧૬ માં અજિતસિંહ સૂબેદાર બનતાં મામીનખાનને છૂટા થવું પડયું હતું, પરંતુ ત્રણ વર્ષમાં એને પોતાની સત્તા પાછી મળી. આવા વખતે મરાઠાઓના હુમલા શરૂ થતાં, એ તકનો લાભ લેવા મોમીનખાનને સ્વતંત્ર થઈ જવાનું મન થયેલું. અજિતસિંહના ગયા પછી મમીનખાનને ફરી સત્તા ગુમાવવાનું થયું હતું, પરંતુ ઈ.સ. ૧૭રર માં આસફજહાં નિઝામુમુકની સૂબેદારીના સમયમાં ફરી સુરતની સત્તા મળી હતી. આ ગાળામાં પીલાજી ગાયકવાડ સુરત ઉપર ચડી આવેલો, જેના સામનામાં મોમીનખાનને સફળતા મળી નહોતી. આસફજહાંએ મોમીનખાનને સુરતની દીવાનગીરી ઉપરાંત એની સાથેસાથ ખંભાતને પણ બે વર્ષ માટે વહીવટ સોંપ્યો હતે. મીરઝા જાફરનાં લગ્ન ઈ.સ. ૧૭૨૫ માં થતાં સસર-જમાઈ વધુ નિકટમાં આવ્યા. મોમીનખાનનું અવસાન ઈ.સ. ૧૭૨૮ માં ખંભાતમાં થયું તે સમયે મીરઝા જાફર બક્ષીગીરી સંભાળી રહેલ હોઈ ખંભાતનો વહીવટ પણ એના હાથમાં આવ્યો. આમ ઈ.સ. ૧૭ર૦ થી ૧૨૮ વચ્ચે સ્વતંત્ર થવા માટે ચાલેલાં મોમીનખાનનાં ચક્ર એના અવસાન પછી બે વર્ષના ગાળામાં સફળ થયાં અને ખંભાતમાં સ્વતંત્ર મુસ્લિમ સત્તાનાં બીજ રોપાયાં (ઈ.સ. ૧૭૩૦). મીરઝા ઝફર નઝમુદ્દોલા મેમાનખાન ૧લો) (ઈ.સ. ૧૭૩૦-૪૩)
ઈ.સ. ૧૭૩૦માં બાજીરાવ પેશવાના ભાઈ ચિમનાજી આપાએ ખંભાતની ચોથની માગણી કરી, ફરી ૧૭૩૩ માં પણ કરી. આ વખતે પ્રજા તંગ આવી જતાં ખંભાતમાંથી ઘણા શરાફ અને વેપારીઓ દુકાનો બંધ કરી ચાલ્યા ગયા અને વેપારને ભારે હાનિ પહોંચી.
ઈ.સ. ૧૭૩૦માં મીરઝા જાફર નજમુદ્દલાને સૂબેદાર સાથેની કોઈ ગેરસમજથી દિલ્હી જવું પડયું હતું. ત્યાં એને સારું માન મળ્યું અને જોધપુરને અભયસિંહ રાઠોડ ગુજરાતને સૂબેદાર નિમાતાં એની સાથે અહીં આવવાનું થયું અને ગુજરાતની બક્ષીગીરી તથા ખંભાતને વહીવટ એને પાછાં મળ્યાં. એ ખંભાતને વહીવટ પોતાના પિતરાઈ ભાઈ ફિદાઉદ્દીનખાનને સેપી પેટલાદ રહે, પણ સૂબેદાર સાથે કાંઈક વાંધો પડતાં એને પેટલાદ છોડવું પડયું. ઈ.સ. ૧૭૪૩ માં મુલ્લાં મુહમ્મદઅલીને તોફાનને કારણે મીરઝા જાફરને સુરત જવાને હુકમ આવ્યો. ખંભાતનો વહીવટ એ વખતે તેગબેગખાનને ઍપવામાં આવ્યો, . પરંતુ આ વખતે મીરઝા જાફરના હાથમાં ખંભાત લગભગ સ્વતંત્ર જેવું થઈ
ચૂકયું હતું.'