Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૧૫૬]
મુઘલ કાલ
[પ્ર.
વિષયમાં એમને ઔરંગઝેબના હુકમથી અમદાવાદમાં બેલાવવામાં આવ્યા. ધર્મ ચર્ચામાં એમને મત આરૂઢ ઇસ્લામીઓથી જુદા પડતાં પ્રથમ એમને અમદાવાદ છોડી દેવાનું અને પછી શાહીબાગના એમના પ્રયાણ વખતના મુકામે કતલ કરવાનો સૂબેદારને હુકમ થતાં એમની કતલ કરવામાં આવી. | મુઝાહીતખાનના વખતમાં દાંતીવાડાની જાગીરમાં પાલણપુર રાજ્યનો હિસ્સો શરૂ થયું. પિતાને સંતાન ન હઈ મુઝાહીતખાને પોતાના ભાઈ સલેમખાનના પુત્ર કમાલખાનને દત્તક લીધો હતો. દીવાન કમાલખાન ઉષે કર્ણકમાલ (ઈ.સ. ૧૬૬૩–૧૭૦૬)
ઈ.સ. ૧૬૬૩ માં મુઝાહીતખાનનું અવસાન થતાં એને દત્તક પુત્ર કમાલખાન ગાદીએ આવ્યો. એના સમયમાં એને ભત્રીજો ફતેહખાન (ઈ.સ. ૧૬૭ર૧૬૮૮) જાલેરમાં સત્તા પર હતો. કમાલખાનના અમલ દરમ્યાન ઈ.સ. ૧૬૭૦માં જોધપુરના જસવંતસિંહ રાઠોડે ગુજરાતની પોતાની સુબેદારી દરમ્યાન કમાલખાનને પાલણપુરની ગાદીથી દૂર કર્યો હતો, પણ જસવંતસિંહ જતાં એને ફરી પાછી ગાદી મળી હતી. દેઢ વર્ષના ખાલી ગાળામાં જાલેરવાળા ફતેહખાનના હાથમાં પાલણપુરનાં સત્તાસૂત્ર રહ્યાં હતાં. કમાલખાનના લાંબા સમય દરમ્યાન ઔરંગઝેબના હુકમથી કમાલખાનના પુત્ર ફીરોઝખાને પાલણપુર રાજ્યમાંથી જજિયારે એકઠા કર્યો હતો. કમાલખાન ભાટ, ચારણો અને બ્રાહ્મણોને ૮૪ ગામ દાનમાં આપ્યાં હેવાથી એ લેકેમાં “કર્ણકમાલ” તરીકે ઓળખાયો હતો.
આ દરમ્યાન જોધપુરના રાઠોડે મુઘલ સત્તા સામે થયા હતા. સમાધાન થતાં જાલેર પરગણું હંમેશને માટે જોધપુર સાથે જોડાઈ જતાં હવે હતાણી સત્તા પાલણપુરના રાજ્ય પૂરતી મર્યાદિત રહી. દીવાન ફરેઝખાન ૨જો ઉદ્દે ગઝનીખાન (ઈ.સ. ૧૭૦–૧૭૧૯)
ઈ.સ. ૧૭૦૬ માં કમાલખાનનું અવસાન થતાં એને પુત્ર ફિરોઝખાન સત્તા ઉપર આવ્યો. આ સમયે જાલેરવાળા દીવાન ફતેહખાનના પુત્ર પીરખાને પણ ગાદી માટે દાવ કર્યો હતો, પણ ઔરંગઝેબનું અવસાન થવાથી એની મુરાદ બર આવી નહિ. એણે એના સમયમાં થરાદ પર ચડાઈ કરી એ સત્તા નીચે લીધું હતું. પોતાના સમયમાં ફીરોઝખાને કાસી અને કાંકરેજ જીતી ત્યાંના જાગીરદાર પાસેથી નજરાણું લીધું હતું. દીવાન કરમદાદખાન (ઈ.સ. ૧૭૧૯–૧૭૩૫)
પિતાનું મરણ થતાં મોટા પુત્ર કરીમદાદખાન ગાદીનશીન થયો. આના રાજ્ય–અમલ દરમ્યાન મરાઠાઓની પજવણું વધી પડતાં વડનગર વિસનગર