Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૫ મુ”]
સમકાલીન રાજ્યા
[૧૫૫
હતી (ઈ.સ. ૧૩૯૪–૯૫). પિતા પછી આવેલા યૂસુફખાન (ઈ.સ. ૧૩૯૫–૧૪૧૯), એના પછી એને પુત્ર હસનખાન (ઈ.સ. ૧૪૧૯-૧૪૩૯), એનેા પુત્ર સાલારખાન (ઈ.સ. ૧૪૩૯–૧૪૬૧), ભાઈએમાંના કલહથી એ નાસી જતાં એનેા નાના ભાઈ ઝુદ—તુલ્–તુક દીવાન ઉસ્માનખાન (ઈ.સ. ૧૪૬૧–૧૪૮૪), એના પછી એને પુત્ર ખૂનખાન (ઈ.સ. ૧૪૮૪-૧૫૦૬), બાદ એના પુત્ર મુઝાહિદખાન ૧ લે। ઉર્ફે મુઝા મલેક (ઈ.સ. ૧૫૦૬-૧૫૧૦), એ પછી ત્રણ વર્ષે એને નાના ભાઈ મલેક અલીરોરખાન (ઈ.સ. ૧૫૧૩-૧૫૨૫), અલીશેરખાન પછી એને! પુત્ર સિકંદરખાન (ઈ.સ. ૧૫૨૬-૧૫૩૧), એતા પછી એના કાકાના પુત્ર ગઝનીખાન (ઈ.સ. ૧૫૩૧– ૧૫૩૩), એના પછી ૨૦ વર્ષે નાના ભાઈ મલેકખાન (ઈ.સ. ૧૫૫૭-૧૫૭૬) એક પછી એક મારવાડમાં આવેલા જાલેારમાં સત્તાધીશ થતા રહ્યા હતા. મલેકખાને એકથી વધુ વાર જાલારનું રાજ્ય મેળવ્યું હતું. એ જ્યારે અમદાવાદમાં આશ્રય લઈ રહ્યો હતા ત્યારે ઈડરના રાવ નારાયણદાસે પોતાના પાટવી વીરમદેવે કરેલું: તે !ન દબાવવા મલેકખાનને પોતાની મદદે ખેલાયા હતા. એના પુત્ર ગઝની ખાને જાલેાર ફ્રી પ્રાપ્ત કર્યું ને એના પિતાના અવસાને એ જાલેરની ગાદીએ ગઝનીખાન ૨ જા તરીકે આવ્યા (ઈ.સ. ૧૫૭૬-૧૬૧૬). ગઝનીખાન પછી એને પુત્ર દીવાન પહાડખાન ૧ લેા ( ઈ.સ. ૧૬૧૬-૧૬૧૮) સત્તા ઉપર આવ્યેા. રાઠોડાના ઉપદ્રવથી બિહારી પડાણા નાસી છૂટી ઈ સ. ૧૬૧૯ માં પાલપુર પાસેના કા ગામમાં આવી રહ્યા. પહાડખાનને કાા ફીરેઝખાન બાલાપુરને હાકેમ હતા તે વિહારીએને આવી મળ્યા અને સયેાગની અનુકૂળતા જોઈને એણે પાલણપુરમાં પણ સ્વતંત્ર રાજ્ય સ્થાપ્યું. અહીંથી ગુજરાતમાં મલેકની એ રિયાસત શરૂ થઈ, જેની જાલાર ઉપર પણ સત્તા ચાલુ હતી. દીવાન ફીરાઝખાન ૧લો ઉર્ફે કમાલખાન (ઈ.સ. ૧૬૩૫-૧૬૩૮)
..
ફીરાઝખાને સત્તાસૂત્ર ધારણ કર્યો ત્યારે પ્રદેશનેા કેટલેાક ભાગ નાગેરી-એના હાથમાં હતા, પણ અકબરે દીવાન ગઝનીખાનને પાલણપુર અને ડીસાની સનદ આપેલી હાઈ એના પુત્ર તરીકે એનેા હક્ક મળ્યા. એના સમયમાં કાળાઓને દાવવામાં ફીરોઝખાનના કુમાર મુઝાહીતખાને સફળતા મેળવતાં ગુજરાતના મેદારની પ્રશ ંસા પ્રાપ્ત કરી. દિલ્હી આ સમાચાર મેકલવામાં આવતાં ફીરાઝખાનની હયાતીમાં મુઝાહીતખાનને પાલણપુરની તખ્તનશીનીને પરવાનેા મળ્યા.. દીવાન મુઝાહીતખાન ર્ જો (ઈ.સ. ૧૬૩૮-૧૬૬૩)
ઈ.સ ૧૬૩૮ માં ફીરાઝખાનના દેહાંતે મુઝાહીતખાન તખ્તનશીન થયે.. આ સમયે મહેદવી પંથના સૌયદ રાજુ પાલણપુરમાં રહેતા હતા. ધર્માં ચર્ચાના