Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
મું)
સમકાલીન રાજે
[૧૬૧
એ ઉઘરાવવા પાંડુરંગ પંડિત આવ્યો ત્યારે શરૂમાં તે બચાવનાં સાધન તૈયાર કર્યો, પણ અથડામણ થાય એ પહેલાં સલાહ થઈ અને મોમીનખાને ઘાસદાણાના રૂપિયા સાત હજાર તેમ ચાર તોપ આપી.
ઈ.સ. ૧૭૫૩નું ચોમાસું આવતાં ખંભાતના કોટને કેટલેક ભાગ પડી ગયો. આની જાણ અમદાવાદના પેશવાઈ સૂબેદાર શ્રીપતરાવને થતાં એ ખંભાત ઉપર ચડી આવ્યો, પણ સફળતા ન મળી, એટલે ખંભાતનાં ગામડાં લૂંટવાની શરૂઆત કરી. આની અસર મોમીનખાન ઉપર થઈ અને છેવટે એને સમાધાન કરવું પડયું. મરાઠા સાથેના વિગ્રહમાં ખંભાતને ઘણું નુકસાન થયું હતું. સમાધાન તે થયું, પણ મોમીનખાનને એને વિશ્વાસ નહોતો તેથી તૈયારી ચાલુ રાખેલી.
ઈ.સ. ૧૭૫૪ માં ખંભાતને પેશકાર વજેરામ શ્રીપતરાવના જુલમની ફરિયાદ કરવા પૂના પેશવાના દરબારમાં ગયો. બીજી બાજુ ખંભાતની જકાતને ભાગ લેવા શ્રીપતરાને પોતાના નાયબ ભગવંતરાવને મોકલ્યો. ઓછી આવક અને વધુ ખર્ચ હોઈ ભગવંતરાવે ખંભાત લઈ લેવા પેશવાને સમજાવ્યું. અગાઉથી માહિતી મળી જવાથી, ભગવંતરાવ ખંભાત નજીક આવ્યો ત્યારે મોમીનખાને એનું સંમાન કરી અકબરપુરામાં ઉતારો આપે. ભગવંતરાવે અમદાવાદથી જવામર્દખાન બાબીને તેડાવવા પત્ર લખેલે તે મોમીનખાનના હાથમાં આવી ગયે તેથી
મીનખાને ભગવંતરાવ ઊતરેલો તે મકાનને ઘેરો ઘાલે, એને પકડ્યો અને કેદ કર્યો, તેમ ખંભાતના બંદરની જકાતમાં કોઈને ભાગ હવે નથી એવું પણ જાહેર કરી દીધું. બાજીરાવને ખબર પડતાં ભગવંતરાવને છોડાવવા બાર હજારની સેના ખંભાત તરફ રવાના કરી. ખંભાતને ઘેરે ઘલાયો ને યુદ્ધ શરૂ પણ થયું, પણ પછી “મિરાતે અહમદી'ના લેખક અલી મુહમ્મદખાનની મસલતથી સુલેહ થઈ અને મોમીનખાન નુકસાનમાંથી ઊગરી ગયો. ભગવંતરાવે એનું વેર વાળવા ખંભાતનાં ગામ લૂંટવા માંડ્યાં. નાનાં નાનાં યુદ્ધ પણ કેટલાક સમય ચાલ્યાં. અંતે સુલેહ થઈ. મોમીનખાને રૂા. ૧૦,૦૦૦ આપવાના ઠર્યા. રકમ હાજર નહિ એટલે તૂકેજી નામને પેશવાઈ સરદાર મોમીનખાનને જામીન બન્યો. આમ મોમીનખાન ઈસ. ૧૭૫૫ સુધી ખંભાતમાં કબજે જેમ તેમ કરી સાચવી રાખી શકો.૬૫
ઈ -૧૧