Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
[
,
૧૫ર]
મુઘલ કાલ ચારે બાજુથી પરિસ્થિતિ સાનુકૂળ થતાં હવે ઈ.સ. ૧૭૪૮માં દિલ્હીની સત્તાએ આપેલે “દીવાન હેદ્દો ધારણ કરી આ બહાદુરખાને પાદશાહના નામે સ્વતંત્ર રાજ્ય કરવાનો આરંભ કર્યો. આમ જૂનાગઢમાં બાબી વંશની સ્થાપના થઈ. એ ચતુર નવાબે પોતાની સમગ્ર જવાબદારી દલપતિરામ નાગરને પી.
આ સમયે વસંતરાય નામના પુરબિયાએ માથું ઊંચકર્યું અને ઉપરકેટમાં ચડી જઈ બહાદુરખાનની સત્તાને પડકાર કર્યો. દલપતિ રામનું એ અરસામાં અમદાવાદ જવાનું થયું અને રાજ્યના હવાલે જગન્નાથ ઝાલા નામના નાગર ગૃહસ્થ પાસે હતો. એ કાંઈ પગલાં ભરવા જાય તેટલામાં તે વસંતરાયે બહાદુરખાનને કેદ કરી લીધો અને જૂનાગઢની સત્તા હસ્તગત કરી લીધી, પરંતુ જગન્નાથ ઝાલાની યુક્તિથી બહાદૂરખાન વસંતરાયની પકડમાંથી છટકી અમદાવાદ પહોંચ્યા અને દલપતિરામને કિંમતી બાજુબંધ વેચવા આપી, એનાં નાણાંમાંથી પ્રબળ સૈન્ય ઊભું કરવા સત્તા આપી.
આ બાજુ આવેલી તક ઝડપી વસંતરાય જૂનાગઢના સીમાડાનાં ધોરાજી સુપેડી પિપળિયા વગેરે ગામો કબજે કરી ગાંડળનાં ગામ દબાવવા મંડ્યો, આથી ગંડળને ઠાકોર હાલે સચિંત બન્યો. દરમ્યાન મરાઠા સરદાર ચુંબકરાવ ઉદ્ધવ સૌરાષ્ટ્રમાં પેશકશી ઉઘરાવવા આવ્યો ને ગાંડળ પાસેથી મેટી રકમ વસૂલ આપવા તાકીનું કહેણ મોકલ્યું. એની સામે હાલેજીએ ખોખરી ગામ આગળ છાવણી નાખી ત્યાં દીવાન દલપતરામ જેતપુર પાસેથી પસાર થતો હતો તેની પાસે પોતાના કારભારીને મોકલી સંધિ કરી કે વસંતરાયને જૂનાગઢથી ખસેડવાના કામમાં ગેંડળની સહાય લેવી પડે તો જૂનાગઢ ધોરાજીનું પરગણું ગોંડળને આપે
અને વ્યંબકરાવને ગંડળમાંથી હાંકી કાઢવાના કામમાં દલપતિરામ મદદ આપે તો ફિજ અને દારૂગોળાને ખર્ચ ગંડળ પાસેથી લે નહિ. વળતે દિવસે દલપતિરામ
અને હાલેજીનાં સૈન્યએ ભળી લંબકરાવની સેના ઉપર હલે કર્યો. ચંબકરાવ પરાજય પામી, સાથીદારોને ગુમાવી પાછો ચાલ્યો ગયો.
દલપતિરામે બુદ્ધિ વાપરી અરબ જમાદાર શેખ જુબૈદીને એના ૪૦૦ અરબ સાથે નેકરીમાં રાખી લીધો અને જૂનાગઢ પર ચડાઈ કરી. વસંતરાયને ખસી જવાનું કહેતાં એ ન ખસ્યો, તેથી શરત પ્રમાણે હાલેજીને કહેણ મોકલ્યું. હાજી જૂનાગઢ તરફ ચડી આવે છે એ જાણી વસંતરાયે સાંબલપુર પાસે છાવણી નાખી ને ત્યાં પ્રબળ યુદ્ધ થયું તેમાં વસંતરાયનું સૈન્ય વેરવિખેર થઈ ગયું, વસંતરાય જૂનાગઢ તરફ નાસી આવ્યો. હાલે છે અને એને યુવરાજ કુંભોજી જૂનાગઢમાં છેક ઘૂસી આવ્યા તેથી વસંતરાય બીલખા તરફ નાસી ગયો. હાલે