Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૧૫૦ ] મુઘલ કાલ
(પ્ર. એની જગ્યાએ પાટણ(ઉ. ગુજરાત)ના નાયબ ફોજદાર-પદે નિમાયેલો, ઈ.સ. ૧૬૯૪ આસપાસ એને બાદશાહે “સફદરખાનને ઈલ્કાબ અને ફોજદારનું પદ આપ્યું, પણ ૧૯૯૮ માં ગુજરાતના સૂબેદાર શુજાતખાન સાથે મતભેદ થતાં એ માળવા ચાલ્યો ગયો. ઈ.સ. ૧૭૦૩ માં વીર દુર્ગાદાસ રાઠોડે શાહી હકૂમતને ભારે રંજાડ પહોંચાડી ત્યારે ઔરંગઝેબે એની સામે સફદરખાનને મોકલેલે. એની કામગીરી બદલ એને રાધનપુર સમી મુંજપુર અને તેરવાડાની જાગીરો મળી હતી.
ઈ.સ. ૧૭૦૫ માં મરાઠા ગુજરાત પર ચડી આવ્યા ને સફદરખાને સરદાર નજરઅલી ખાનની મદદમાં રહી લડયો ત્યારે હાર મળતાં મરાઠાઓને કેદી બને. આ વખતે એની સાથે આવેલા એના પુત્ર સલાબત મુહમ્મદખાન અને શેરખાન નાસી છૂટયા. પાછળથી સલાબતખાને મરાઠા સરદાર ધાનાજીને મોટો દંડ ભરી આપી પિતાને મુક્ત કરાવ્યા. સફદરખાન ફરીથી પાટણ(ઉ. ગુજરાત) ફોજદાર બને પણ ઈ.સ. ૧૭૨૫ માં અવસાન પામે ત્યારે સલાબતખાનને વીરમગામની ફેજદારી અને ઘોઘાની જાગીર મળી. સલાબત સૌરાષ્ટ્રમાં આવતાં એણે નવાનગર તેમ જ હળવદના રાજવીઓ સાથે સંબંધ વધાર્યા. ઈ.સ. ૧૭૨૮ માં જૂનાગઢના ફોજદારની જગ્યા શેરખાનને આપવામાં આવી, પણ દિલ્હીથી એ જગ્યા ઉપર મોક્ષુદ્દીનને મોકલવામાં આવતાં શેરખાનને નાયબ ફોજદારના સ્થાને ઊતરવું પડ્યું. મેહુદ્દીને પોતે ન આવતાં કોઈ મીર ઈસ્માઈલને પોતા વતી ફોજદારી સોંપી. તેણે શેરખાનના કામકાજમાં દખલ કરતાં શેરખાન રાજીનામું આપી પોતાની જાગીર ઘોઘામાં ચાલ્યો ગયો, પણ એ નિષ્ફળ બેસી રહે તેવો નહેાતે; એણે ગુજરાતના સૂબેદાર–જોધપુરના મહારાજા અભયસિંહની મહેરબાની મેળવી ફરજદારને હેલ્ફ ફરી મેળવવા પ્રયત્ન કર્યો. અભયસિંહે એને બહાદુરીને ઇકાબ આપ્યો અને વડોદરામાં સરબુલંદખાન નામને ફોજદાર હતા છતાં એના ઉપરાંત શેરખાનને પણ એ હદે નીમ્યા. બુલંદખાને વિરોધ કર્યો, પણ મરાઠાઓના વધતા જતા જેરને ખાળવા મક્કમ છાતીના શેરખાનની જરૂર એને સમજાવી. શેરખાને સરબુલંદખાન સાથે પૂરા સહકારથી કામ કર્યું તેથી સરબુલંદખાને એને “ખાનને ઈલ્કાબ આપ્યો, અને આમ શેરખાન હવે “બહાદુરખાન” બને.
દિલ્હીની ડગમગતી પાદશાહીમાં કઈ સોરાબખાને સોરઠની ફોજદારી મેળવી અને શેરખાનની ઘોઘાની જાગીર પણ એને મળી. શેરખાનના માણસોને એણે હાંકી કાઢ્યા. શેરખાન કાંઈ પ્રયત્ન કરે તે પહેલાં જ સેરાબખાન અને મહારાજ અભયસિંહના નાયબ રતનસિંહ ભંડારી વચ્ચે વધે પડતાં ધંધુકા